Today's Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેન્ટ્સ, યુપીએલ, ઈપીએલ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ યુપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹680 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓવરરિક્શનને કારણે શેરમાં મોટો ઘટાડો આવ્યો છે. H2માં વધુ સુધારો આવવાની અપેક્ષા છે. રાઈટ્સ ઈશ્યુ જેવા પગલાથી દેવું ઘટશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ICICI બેન્ક પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગળ પણ બીજા બેન્ક કરતાં સારા પરિણામ શક્ય છે. મજબૂત આઉટપરફોર્મન્સ સાથે ટોચની પસંદગી રહી છે. ફન્ડિંગમાં સુધારાથી પ્રદર્શનને બૂસ્ટ મળ્યું. કમ્પાઉન્ડિગનો ફાયદો મળશે, રિ-રેટિંગની પણ શક્યતા છે.
એશિયન પેન્ટ્સ પર નોમુરા
નોમુરાએ એશિયન પેન્ટ્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો Cautious/Guarded આઉટલુક છે. કંપનીની FY25 વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. આગામી થોડા વર્ષો માટે 18-20%રેન્જ માં માર્જિન ગાઈડન્સ છે.
એશિયન પેન્ટ્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ એશિયન પેન્ટ્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2358 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટની નજીકના ગાળાની માંગ પર ઓછી રહેવાની ધારણા છે. FY25માં વોલ્યુમ ગ્રોથ ગાઇડન્સ ઘટાડીને સિંગલ ડિજિટ કર્યો છે. માર્જિન ગાઈડન્સ Reiterated, પણ ડાઉનસાઈડ રિક્સનું જોખમ છે.
UPL પર HSBC
એચએસબીસીએ યુપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹680 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓવરરિક્શનને કારણે શેરમાં મોટો ઘટાડો આવ્યો છે. H2માં વધુ સુધારો આવવાની અપેક્ષા છે. રાઈટ્સ ઈશ્યુ જેવા પગલાથી દેવું ઘટશે.
EPL પર નોમુરા
નોમુરાએ ઈપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹290 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાનથી સારા, સેલ્સ ગ્રોથ 8.4% રહ્યો છે. FY25 માટે રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ યથાવત્ રહી શકે છે. મધ્યગાળામાં સેલ્સ ગ્રોથ અને EBITDAમાં વધારો થયો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.