Brokerage Radar: ઈન્ડિયન હોટલ્સ, એપીએલ અપોલો ટ્યુબ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, પોર્ટ, મારૂતિ સુઝુકી, હિંડાલ્કો, જેએસડબ્લ્યૂ એનર્જી છે બ્રોકરેજના રડાર પર
બીઓએફએ એ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US દ્વારા ટેરિફ લાદવાને કારણે સ્ક્રેપ બિઝનેસને ટેકો શક્ય છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ડિયન હોટેલ્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડિયન હોટેલ્સમાં ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹856 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે STR ડેટા દર્શાવે છે કે ભારતમાં હોટેલ રૂમના દરમાં 9%નો વધારો થયો. ઓક્યુપેન્સીમાં 0.8%નો ગ્રોથ રહ્યો, જેમાં કુલ આવક વર્ષના ધોરણે PAR ગ્રોથ 10% રહ્યો. વર્ષ દર વર્ષના આધારે મુંબઈ અને દિલ્હીમાં ARR ગ્રોથ 18% અને 14% રહ્યો. ઓક્યુપેન્સીમાં વાર્ષિક ધોરણે 2% અને 4% ગ્રોથ રહ્યો. મુંબઈ, દિલ્હીમાં પ્રતિ રૂમથી આવક વધી 21% રહી.
OMCS પર સિટી
સિટીએ ઓએમસીએસ પર કહ્યું FY25 OMC માટે ખરાબ થઈ શકે. LPG નુકશાનનું વળતર ન મળે તો FY25 ખરાબ રહેશે. OMC ને વળતર આપવા પર સરકાર વિચાર કરી રહી છે. BPCL/HPCL/IOCLના ડિવિડન્ડ યીલ્ડ અનુમાન 6/6/4% છે. સરકાર વળતર નહીં આપે તો શેર્સ માટે નેગેટિવ રહેશે.
હોસ્પિટલ્સ પર HSBC
એચએસબીસીએ હોસ્પિટલ્સ પર કહ્યું હોસ્પિટલ ક્ષેત્ર માટે આઉટલુક ગ્રોથ મજબૂત યથાવત્ છે. હેલ્થકેર ઈશ્યોરન્સ કવરેજમાં વધારો, અને આવકનું સ્તર વધ્યુ. અપોલો હોસ્પિટલ્સ અને KIMS ટોપ પીક છે.
APL અપોલો ટ્યુબ પર UBS
યુબીએસે એપીએલ અપોલો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રાઈસ હાઈક પર કમેન્ટ્રી પોઝિટીવ સરપ્રાઈસ છે. કંપનીના બધા પ્રોડક્ટ્સની કિંમતો વધારી છે. પ્રાઈસ હાઈકથી Q4માં EBITDA/ટન વધશે.
KEI ઈન્ડસ્ટ્રીઝ પર MS
મોર્ગન સ્ટેનલીએ કેઈઆઈ ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4391 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે C&W સેગમેન્ટમાં ફ્રેન્ચાઇઝી મજબૂત રહી. બિઝનેસ મોડેલમાં સતત સુધારો થયો. એક્સપોર્ટ વધવાથી પરિણામને સપોર્ટ શક્ય છે. સ્થાનિક/એક્સપોર્ટ માંગને પહોંચી વળવા માટે કેપેક્સમાં વધારો થયો.
પોર્ટ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે પોર્ટ પર ભારતીય પોર્ટ સેક્ટર નોંધપાત્ર વિકાસ માટે તૈયાર છે. FY23 થી FY28 વચ્ચે 500-550 mtpa ક્ષમતા વિસ્તાર વધારવા પર ફોકસ રહેશે. અદાણી પોર્ટ્સ અને JSW ઇન્ફ્રા બન્ને 2-3 ગણા સતત વિકાસ માટે તૈયાર છે. આગામી પાંચ વર્ષમાં ઈન્ડસ્ટ્રી ગ્રોથ 4-7% રહેવાની ધારણા છે. મોતીલાલ ઓસવાલે અદાણી પોર્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તના પર લક્ષ્યાંક ₹1,400 પ્રતિશેરના નક્કી કર્યા છે. મોતીલાલ ઓસવાલે જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹330 પ્રતિશેરના નક્કી કર્યા છે.
મારૂતિ સુઝુકી પર નોમુરા
નોમુરાએ મારૂતિ સુઝુકી પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹13290 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે સુઝુકીએ FY25-30 માટે નવી મિડ-ટર્મ યોજનાની જાહેરાત કરી છે. ભારત માટે 2.54 મિલિયન સ્થાનિક વોલ્યુમ લક્ષ્ય વાજબી લાગે છે.
હિન્ડાલ્કો પર BoFA
બીઓએફએ એ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US દ્વારા ટેરિફ લાદવાને કારણે સ્ક્રેપ બિઝનેસને ટેકો શક્ય છે.
JSW એનર્જી પર MS
મોર્ગન સ્ટેનલીએ જેએસડબ્લ્યૂ એનર્જી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹545 પ્રતિશેરના નક્કી કર્યા છે. ફ્યુચર એનર્જી સેગમેન્ટ માટે JSW એનર્જી સારો પ્લેયર છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.