આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IOC પર નોમુરા
નોમુરાએ IOC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ અનુમાનથી સારા રહ્યા. કંપનીના લાર્જ ઇન્વેન્ટરી ગેઇનએ સરપ્રાઈસ કર્યા છે. પરિણામમાં 390 કરોડ રૂપિયાના આશ્ચર્યજનક રીતે મોટા ક્રૂડ ઇન્વેન્ટરી ગેઇનનો સમાવેશ થાય છે.
IOC પર પર UBS
યુબીએસે આઈઓસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇન્વેન્ટરી ગેઈન્સનો પરિણામમાં સમાવેશ થાય છે. 410 કરોડ રૂપિયા LPG અન્ડર-રિકવરીનો સમાવેશ પરિણામના પરિબળોમાં છે. રિફાઇનિંગ ઇન્વેન્ટરી ગેઇન્સ $3.5/bbl અથવા લગભગ 390 રૂપિયા કરોડની અસર પરિણામ પર છે. $7.0/bbl ની સરખામણીએ $6.4/bbl ના GRMનું અનુમાન છે.
એવેન્યુ સુપરમાર્ટ પર મેક્વાયરી
મેક્વાયરીએ એવેન્યુ સુપરમાર્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સામાન્ય મર્ચેન્ડાઇઝ સેલ્સમાં રિકવરી થાય છે. કંપનીએ 10-15% સ્ટોર એડિશનનું લક્ષ્ય રાખ્યું છે. જોકે FY25 માં 40-45 નવા સ્ટોર્સ ખોલી શકે છે.
એવેન્યુ સપરમાર્ટ પર UBS
યુબીએસે એવેન્યુ સુપરમાર્ટ ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું ફોકસ સ્ટોર એડિશન દ્વારા વધતી ટોપલાઇન પર છે. ગ્રોસ માર્જિન 14.5-15.5% ની રેન્જમાં રહી શકે છે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર CLSA
સીએલએસએ એ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેના પર અન્ડરપરફોર્મથી આઉટપરફોર્મ કર્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને 5525 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાર્જ પ્રોડક્ટ એન્જિનિયરિંગ માર્કેટમાંથી આવક મેળવી.
કંસાઈ નેરોલેક પર નોમુરા
નોમુરાએ કંસાઈ નેરોલેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 375 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ અનુમાનથી મજબૂત રહ્યા. Q1માં ઓટો કોટિંગની સારી માંગ જોવા મળી. મેનેજમેન્ટને સમગ્ર વર્ટિકલ્સની માંગમાં સુધારો થવાની અપેક્ષા છે.
BEL પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 364 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q1માં નફો, આવક અને EBITDA મજબૂત રહ્યા છે.
કારટ્રેડ ટેક પર નોમુરા
નોમુરાએ કારટ્રેડ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1112 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે OLX માં સ્ટ્રોંગ પોટેન્શિયલને કેપિટલાઇઝ કરવા માટે ટ્રેક પર છે.
ફર્સ્ટસોર્સ પર નોમુરા
નોમુરાએ ફર્સ્ટસોર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં આવક મજબૂત, માર્જિન ઈન-લાઈન રહ્યા.
ઈન્ડિયામાર્ટ પર નોમુરા
નોમુરાએ ઈન્ડિયામાર્ટ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2520 રૂપિયાના પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ મિશ્ર રહ્યા છે.
એક્સાઇડ પર નોમુરા
નોમુરાએ એક્સાઇડ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 589 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA માર્જિન અનુમાનથી ઓછા રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.