Today's Broker's Top Picks: આઈટી કંપનીઓ, રિલાયન્સ, પેટીએમ, સ્વિગી, ડિવીઝ લેબ્સ, ગોદરેજ પ્રોપર્ટી છે બ્રોકરેજના રડાર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: આઈટી કંપનીઓ, રિલાયન્સ, પેટીએમ, સ્વિગી, ડિવીઝ લેબ્સ, ગોદરેજ પ્રોપર્ટી છે બ્રોકરેજના રડાર

અપડેટેડ 11:39:40 AM Dec 10, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT કંપનીઓ પર HSBC

એચએસબીસીએ આઈટી ઈન્ફોસિસ અને LTIMindtreeમાટે રેટિંગ અપગ્રેડ કર્યા. ઈન્ફોસિસ અને LTIMindtreeમાટે ખરીદદારીની સલાહ આપી છે. વિપ્રો માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. TCS માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી હોલ્ડ કર્યા છે. ટેક મહિન્દ્રા માટે રિડ્યુસ રેટિંગ કર્યા છે. કોફોર્જ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી હોલ્ડ કર્યા છે. એમ્ફેસિસ માટે ખરીદદારીની સલાહ આપી છે. HCL ટેક માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે. છેલ્લાં બે વર્ષમાં 3-4%થી FY26માં ઈન્ડસ્ટ્રી ગ્રોથ 6-7% વધવાની અપેક્ષા છે. US માર્કેટમાં રિકવરીથી ઈન્ડસ્ટ્રી ગ્રોથની અપેક્ષા છે. યુરોપ માટે નબળું આઉટલુક આપ્યુ છે.


રિલાયન્સ પર JP મૉર્ગન

જેપી મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1468 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તાજેતરના મોટા કાપને પગલે FY26 માં 14% કંસો EBITDA ગ્રોથની અપેક્ષા છે. GRMs $2/bbl વધવાની અને જિયો ટેરિફ સ્ટેબલ રહેવાની અપેક્ષા છે. વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ સેગમેન્ટ માટે 15% EBITDAની અપેક્ષા છે. કોમોડિટીમાં રિકવરી અને ટેરિફ વધારો શેર માટે પોઝિટીવ છે.

Paytm પર MS

મોર્ગન સ્ટેનલીએ પેટીએમ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹976 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PayPayમાં હિસ્સો વેચવાથી બેલેન્સશિટમાં મજબૂતી મળશે. કોર પેમેન્ટ, ફાઈનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ પર ફોકસ વધશે.

Swiggy પર CLSA

સીએલએસએ એ સ્વિગી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹708 પ્રતિશેરના નક્કી કર્યા છે. કંપની પાસે મોટા અને તેજી સાથે વધતો TAM છે. TAM એટલે કે Total Addressable Market. કંપનીને પહેલું પગલું લેવાનો ફાયદો મળશે. ગ્રોથ સાથે એક્ઝિક્યુશન વધુ સારું થઈ રહ્યું છે. નફમાં સુધારો આવવાની અપેક્ષા છે. FY24-27 સુધીમાં ભારતીય ક્વિક કોમર્સમાં 6 ગણો ઉછાળો શક્ય છે. Swiggyને ક્વિક કોમર્સમાં તેજીથી મોટો ફાયદો શક્ય છે. Zomato ની સરખામણીમાં સુસ્ત રહેવાની અપેક્ષા છે.

ડિવીઝ લેબ્સ પર સિટી

સિટીએ ડિવીઝ લેબ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6850 પ્રતિશેરના નક્કી કર્યા છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ પર જેફરિઝ

જેફરીઝે ગોદરેજ પ્રોપર્ટીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા 4 વર્ષમાં અધિગ્રહણથી 8 ગણા સુધી રિટર્ન છે. છેલ્લા 4 વર્ષમાં સેલ્સમાં 4 ગણાનો વધારો થયો છે. FY25માં 35% પ્રી-સેલ્સ ગ્રોથની અપેક્ષા છે. H1 બાદ H2માં મજબૂત લોન્ચની અપેક્ષા છે. FY25ના પ્રી-સેલ્સના 17 ગણા PE પર શેર છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Dec 10, 2024 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.