Today's Broker's Top Picks: એમએન્ડએમ, બીપીસીએલ, પોલિકેબ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ટિટાગઢ રેલ છે બ્રોકરેજના રડાર પર
યુબીએસે કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેબલ અને વાયર સેગમેન્ટમાં સતત ગ્રોથ રહ્યો છે. સ્વીચો અને સ્વિચગિયર્સ દ્વારા ઇલેક્ટ્રિકલ સેગમેન્ટમાં પ્રવેશવાની વૈકલ્પિકતા છે. તેમને આગળ કહ્યું કે FY25-27માં કેપેક્સ વાર્ષિક 700 કરોડ રૂપિયા રહેવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
M&M પર સિટી
સિટીએ M&M પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,340 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 3,180 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SUV માટે આગળ મુશ્કિલ સ્થિતિ, ટ્રેક્ટર કારોબાર સારો છે. જો FY24 કંપની માટે SUVનું વર્ષ હતું. FY25 ટ્રેક્ટર સેગમેન્ટમાં વધુ સારી ગતિ જોવાની અપેક્ષા છે. SUV માંગમાં અગાઉની અપેક્ષાઓ સામે ધીમી રહી શકે છે. YTD વોલ્યુમ ગ્રોથ 6% રહ્યો છે.
BPCL પર સિટી
સિટીએ BPCL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 380 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3 OMCsએ 17-37% ગ્રોથ સાથે Broader માર્કેટ આઉટપરફોર્મ કર્યા છે. તેમણે આગળ કહ્યુ કે છેલ્લા 6 મહિના અન્ડરપરફોર્મ -9% થી -21% રહ્યું. અન્ડરપરફોર્મન્સના કારણો અસંખ્ય છે. નરમ GRM, નબળા માર્કેટિંગ માર્જિન અને ફ્યુલ પ્રાઈસમાં ઘટાડો થયો છે. હવે માર્કેટમાં નીચલા સ્તરેથી રિકવરીની અપેક્ષા છે.
પોલિકેબ પર UBS
યુબીએસે પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8550 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાંબાગાળા માટે ઈલેક્ટ્રિફિકેશન ગ્રોથને ફાયદો થશે. તેમણે તેના પર ગ્રોથ પર ફોકસ કરવાવાળુ બિઝનેસ મોડલ મળ્યુ છે. બીજી સ્પર્ધાત્મક કંપનીઓની સરખામણીએ વધુ કંપનીએ રોકાણ કર્યું છે. આવક શેર્સમાં ઉછાળો આવવાની અપેક્ષા છે. અનુમાનથી સારા સ્થાનિક વોલ્યુમ ગ્રોથ રહ્યા છે. સ્થાનિક માર્કેટ શેર્સમાં ઉછાળો અને એક્સપોર્ટમાં ઉછાળો જોવા મળ્યો છે.
KEI ઈન્ડસ્ટ્રીઝ પર UBS
યુબીએસે કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેબલ અને વાયર સેગમેન્ટમાં સતત ગ્રોથ રહ્યો છે. સ્વીચો અને સ્વિચગિયર્સ દ્વારા ઇલેક્ટ્રિકલ સેગમેન્ટમાં પ્રવેશવાની વૈકલ્પિકતા છે. તેમને આગળ કહ્યું કે FY25-27માં કેપેક્સ વાર્ષિક 700 કરોડ રૂપિયા રહેવાની અપેક્ષા છે.
ટિટાગઢ રેલ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ટિટાગઢ રેલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1337 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય રેલવેની CY25 સુધીમાં 90,000 વેગન ખરીદવાની યોજના છે. કંપની કોચ માટે Wheels અને Sub-Components પર વધુ ફોકસ આપી રહી છે. મેન્યુફેક્ચરિંગ પર ક્ષમતા વધારવા પર ફોકસ રહેશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)