આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મટિરિયલ્સ કંપનીઓ પર CLSA
CLSAએ મટિરિયલ્સ કંપનીઓ પર astral હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2025 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25-27 દરમિયાન EPS 1-3% વધવાના અનુમાન છે. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ માટે અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળી કામગીરીને મર્યાદિત કરવા માટે પાઈપમાં મજબૂત માગ અને સ્ટેબલ પ્રાઈસ નક્કી કરી છે. સિમેન્ટ સેક્ટર માટે માગમાં સતત ગ્રોથ થઈ રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે.
પિરામલ ફાર્મા પર જેફરિઝ
જેફરિઝે પિરામલ ફાર્મા પર ખરીદદારીની સલાહ આપવામાં આવી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 260 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY30 સુધી 200 કરોડ રેવેન્યુ છે. 25% EBITDA માર્જિનનો લક્ષ્યાંક આપ્યો છે. રેવેન્યુ ગાઈડન્સ હાસલ કરવાનો લક્ષ્ય આપ્યો છે. કેપેક્સ હોવા છતાં દેવું ઘટવાની ધારણા બનવામાં આવી છે. મજબૂત માર્જિનથી FY25/26 EBITDA અનુમાન 4-10% વધ્યા.
ફાઈનાન્શિયલ્સ પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને ફાઈનાન્શિયલ્સ પર HDFC બેન્ક, એક્સિસ બેન્ક અને મુથૂટ ફાઈનાન્સ ટોપ પીક પર છે. તેમણે ઈન્ડસઈન્ડ માટે પણ ટેક્નિકલ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે ICICI બેન્ક, SBI અને કોટક મહિન્દ્રા બેન્ક માટે માર્કેટ પરફોર્મ યથાવત્ છે. SBI કાર્ડ અને બજાજ ફાઈનાન્સ માટે અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે.
HDFC બેન્ક પર HSBC
HSBCએ HDFC બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1870 રૂપિયા પ્રતિશેરથી વધારી 2010 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમના અહેવાલો મુજબ 3% સુધીની લોનનું વેચાણ કરી શકે છે. કંપની તેના LDRને ઝડપથી નીચે લાવવા માટે 3% સુધીની લોનનું વેચાણ કરી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)