Broker's Top Picks: મેટલ્સ, ઈન્ડિયા સોલર, ટેલિકોમ, ટ્રેન્ટ, હિન્ડાલ્કો, એમસીએક્સ, બીઈએલ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એમસીએક્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹,3400 પ્રતિશેરના નક્કી કર્યા છે. MCX Q4 માટે ટ્રાન્ઝેક્શન આવક 4% ઘટી ₹289 કરોડ છે, વર્ષ દર વર્ષના આધાર પર 60% વધી. Q4 માટે Average Daily Transaction Revenue (ADTR) ₹390 કરોડ છે. FY26 માટે ADTR ₹402 કરોડ FY27 માટે ADTR ₹419 કરોડની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મેટલ્સ પર JP મૉર્ગન
જેપી મૉર્ગને મેટ્લ્સ પર માર્ચમાં NMDC અને કોલ ઇન્ડિયાએ નબળા વોલ્યુમ પરિણામો જાહેર કર્યા. વર્ષ દર વર્ષના આધાર પર NMDC ઉત્પાદન 27% ઘટ્યુ, કોલ ઈન્ડિયાનું ઉત્પાદન 3% ઘટ્યુ. NMDCના સેલ્સ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 6%નો સુધારો, કોલ ઈન્ડિયા ઓફટેક ફ્લેટ છે. NMDCમાં હડતાળને કારણે માર્ચમાં ઉત્પાદન પર 30-40% અસર છે. 21 માર્ચથી સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ. NMDC અને કોલ ઈન્ડિયા માટે સાવચેતીભર્યું વલણ છે. રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા માટે ઉત્પાદન વોલ્યુમ ગ્રોથ મહત્વનું છે.
ઈન્ડિયા સોલર PV પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઈને ઈન્ડિયા સોલર પીવી પર Waaree માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1902 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રીમિયર એનર્જીઝ માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹693 પ્રતિશેરના નક્કી કર્યા છે. વારી એનર્જી અને પ્રીમિયર એનર્જીએ સ્માર્ટ રોકાણ કર્યું. આવનારા ક્વાર્ટર માટે બન્ને શેર્સથી પોઝિટીવ અપેક્ષા છે.
ટેલિકોન પર જેફરિઝ
જેફરિઝે ટેલિકોન પર વોડાફોન આઈડિયાના સ્પેક્ટ્રમ $4.3 bn દેવું બેન્ક ઈક્વિટીમાં કન્વર્ટ થશે. સરકાર પાસે હિસ્સો વધીને 49%, પ્રમોટર્સના હિસ્સામાં લગભગ બમણો છે. વોડા આઈડિયાનો લીવરેજ 18x EBITDA પર હાઈ છે. વોડાફોન આઈડિયાને ટેરિફ વધારો અને વધુ રેગુલેટરી રાહતની જરૂર પડશે. ટેરિફ વધારો ભારતી એરટેલ અને જિયો માટે પોઝિટીવ
વોડાફોન આઈડિયા કેશ ફ્લો રાહત તેના કેપેક્સ આઉટલુકને વેગ આપી શકે છે. જે ઇન્ડસ ટાવર્સ માટે પોઝિટીવ છે. ભારતી એરટેલ ટોપ પિક છે.
ટ્રેન્ટ પર GS
ગોલ્ડમેન સૅક્સે ટ્રેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8120 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે Q4માં નવા Zudio સ્ટોર એડિશન સરપ્રાઇઝ છે. નવા Zudio સ્ટોરની સંખ્યાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. માર્કેટ શેર વધારવામાં Zudio સ્ટોરની ખાસ ભૂમિકા છે. કંપનીના નફામાં સારો ગ્રોથની અપેક્ષા છે.
હિન્ડાલ્કો પર સિટી
સિટીએ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹725 પ્રતિશેરના નક્કી કર્યા છે. મેનેજમેન્ટે ઇન્વેસ્ટર ડે પર ગ્રોથની રણનીતિ વિશે જણાવ્યું. કાચા માલના સોર્સિંગ, ઉત્પાદન વિતરણ ક્ષમતા વધારવા પર ફોકસ રહેશે. નોવેલિસનો 2030 સુધીમાં 75% રિસાયકલ કન્ટેન્ટનો લક્ષ્ય છે. નોવેલિસનો હાલ 63% રિસાયકલ કન્ટેન્ટના સ્તર પર છે. નોવેલિસ માટે $600 EBITDA/t યથાવત્ રાખવાના પ્રયત્ન છે.
MCX પર MS
મોર્ગન સ્ટેનલીએ એમસીએક્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹,3400 પ્રતિશેરના નક્કી કર્યા છે. MCX Q4 માટે ટ્રાન્ઝેક્શન આવક 4% ઘટી ₹289 કરોડ છે, વર્ષ દર વર્ષના આધાર પર 60% વધી. Q4 માટે Average Daily Transaction Revenue (ADTR) ₹390 કરોડ છે. FY26 માટે ADTR ₹402 કરોડ FY27 માટે ADTR ₹419 કરોડની અપેક્ષા છે.
BEL પર MS
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹364 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 સ્ટેન્ડઅલોન આવક 16% વધી ₹23,000 કરોડ છે. વર્ષ દર વર્ષના આઘાર પર FY25માં એક્સપોર્ટ આવક 14% વધી $106 mn છે. FY25માં ઓર્ડર ઈનફ્લો 47% ઘટી 18720 કરોડ રૂપિયા છે. FY25માં ઓર્ડર બુક 6% ઘટી ₹71,650 કરોડ છે. સાથે એક્સપોર્ટ ઓર્ડર બુક 12% ઘટી $359 mn.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.