Today's Broker's Top Picks: એમએન્ડએમ, અપોલો હોસ્પિટલ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે અપોલો હોસ્પિટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ઓવરઓલ પરિણામ મજબૂત છે. હેલ્થ કંપનીઓની સતત ગ્રોથ વધવાની અપેક્ષા છે. કંપનીનું યોગ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
M&M પર જેફરિઝ
જેફરિઝે એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દોઢ વર્ષ બાદ ટ્રેક્ટર માગમાં સુધારો આવ્યો છે. SUV વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. સમગ્ર સેગમેન્ટમાં સતત માર્કેટ શેર્સમાં વધી રહ્યો છે. FY24-27 દરમિયાન 19% EPS CAGRની અપેક્ષા છે.
M&M પર સિટી
સિટીએ એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3590 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 3520 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. ફર્મ અને ઓટો સેગમેન્ટે પોઝિટીવ Surprised કર્યા છે. તહેવારોની સિઝનમાં મજબૂત રિટેલ વોલ્યુમ ગ્રોથ બાદ ડિમાન્ડ આઉટલુક પોઝિટીવ છે. BEV લોન્ચ સાથે નજીકના ગાળાના માર્જિન દબાણ જોવા મળી શકે છે.
અપોલો હોસ્પિટલ્સ પર જેફરિઝ
જેફરિઝે અપોલો હોસ્પિટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ઓવરઓલ પરિણામ મજબૂત છે. હેલ્થ કંપનીઓની સતત ગ્રોથ વધવાની અપેક્ષા છે. કંપનીનું યોગ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત છે.
પેજ ઈન્ડસ્ટ્રીઝ પર સિટી
સિટીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 33100 રૂપિયા પ્રતિશેરથી વધારીને 35800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર EBITDA/નફો ગ્રોથ 21%/30% રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર વોલ્યુમ ગ્રોથ 6.7% રહ્યો, 8% અનુમાન હતો. ગ્રાહક સેન્ટિમેન્ટમાં કોઈ નોંધપાત્ર સુધારો નથી.
ટ્રેન્ટ પર જેફરિઝ
જેફરિઝે ટ્રેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ મજબૂત રહી હોવા છતાં પણ એલિવેટેડ અંદાજ ચૂક્યા છે. બન્ને મુખ્ય ફેશન ફોર્મેટમાં સ્ટોર્સ બંધ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.