Today's Broker's Top Picks: ઑયલ એન્ડ ગેસ, ઓટો કંપનીઓ, એવન્યુ સુપરમાર્ટ્સ, પીબી ફિનટેક, બજાજ ફાઈનાન્સ, ઝેન ટેક, વીઆરએલ લોજીસ્ટિક્સ, બીએચઈએલ છે બ્રોકરેજના રડાર પર
મોતીલાલ ઓસવાલે VRL લોજીસ્ટિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને થોડા વર્ષોમાં આવક ગ્રોથ દર વર્ષે 12-13% વધવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓઈલ એન્ડ ગેસ પર HSBC
એચએસબીસી ઓઈલ એન્ડ ગેસ પર ગેલ, એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી માટે ખરીદદારી યથાવત્ છે. પેટ્રોનેટ LNG માટે હોલ્ડ રેટિંગ,ONGC માટે રિડ્યુસ રેટિંગ આપ્યા છે. ગ્લોબલ ઓઈલ પ્રાઈસ, રિફાઈનિંગ અને પેટ્રોકેમ માર્જિન નબળું રહેવાની ધારણા છે. Delayed Ramp-upsથી LNG મજબૂત થશે. રિફાઈનરી,પેટ્રોકેમ અને પાઈપલાઈન ક્ષમતા ઉમેરતા ગ્લોબલ ઉત્પાદનો માટે ભારત મુખ્ય Destination બનશે.
ઓટો કંપનીઓ પર જેફિરઝ
જેફિરઝે ઓટો કંપનીઓ પર M&M, TVS મોટર અને આઈશર મોટર્સ માટે ખરીદદારીની સલાહ છે. મોટાભાગના સ્ટોક્સ માટે વેલ્યુએશન સસ્તા નથી પરંતુ ગુણાંક એલિવેટેડ રહેશે. 2024માં M&M માં શાર્પ વેલ્યુએશન રી-રેટિંગ છે. છતાં M&M FY26 કોર બિઝનેસ અર્નિંગ પર 24x પર સ્ટોક ટ્રેડ કરે છે. FY24-27 દરમિયાન TVS મોટરના 30% EPS CAGR રહેવાની અપેક્ષા છે. 23 જાન્યુઆરીથી નિફ્ટી ઓટો ગ્રોથ 40%ડર પરફોર્મન્સ બાદ પણ આઈશર મોટર Attractive છે.
એવન્યુ સુપરમાર્ટસ પર GS
ગોલ્ડમેન સૅક્સે એવન્યુ સુપરમાર્ટ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4000 પ્રતિશેરથી ઘટાડીને ₹3425 પ્રતિશેર નક્કી કર્યા છે. DMartનો ગ્રોથ હેડરૂમ ટોપ 10 શહેરોથી બાહર છે. DMartની સ્પર્ધાત્મક Moat વધતા દબાણનો સામનો કરી રહી છે. સ્પર્ધાત્મક ફાયદો જાળવવા માટે પ્રાઈસ ડિસ્કાઉન્ટમાં વધારો થયો છે. FY25/26/27માં અર્નિંગ્સ 4.2%/6.2%/6.1% ઘટવાના અનુમાન છે. આવક ઘટવાના અનુમાન છે.
PB ફિનટેક પર HSBC
એચએસબીસીએ પીબી ફિનટેક ખરીદદારીની સલાહ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દેશની સૌથી મોટી ઓનલાઈ ઈશ્યોરન્સ માર્કેટપ્લેસ ઓપરેટ બની. કંપની સાથે મજબૂત સ્પર્ધાત્મક લીડર બની. EBITDA માર્જિન FY25માં 3% થી FY28માં 19% સુધી સુધરવાના અનુમાન છે.
બજાજ ફાઈનાનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ બજાજ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ તેના ગ્રાહક ફ્રેંચાઈઝ લક્ષ્યાંકોને વધાર્યા. AI ઈન્ટગ્રેશન ઓપરેટિંગ અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડો કરશે.
ZEN ટેક પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે ZEN ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે થોડા મહિનામાં કંપનીના મુખ્ય ક્ષેત્રોમાં ઓર્ડર વધવાના સંકેતો છે.
VRL લોજીસ્ટિક્સ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે VRL લોજીસ્ટિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને થોડા વર્ષોમાં આવક ગ્રોથ દર વર્ષે 12-13% વધવાની અપેક્ષા છે.
BHEL પર JM ફાઈનાન્શિયલ
જેએમ ફાઈનાન્શિયલે બીએચઈએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹371 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં 10400 MWના પ્રોજેક્ટ્સ માટે કંપનીએ ઓર્ડર મેળવ્યા. નાણાકીય વર્ષ 24-27 દરમિયાન આવક/EBITDA 30/103% ના CAGR પર વધવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)