મેક્વાયરીએ ઓએમસીએસ પર IOC માટે રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે BPCL માટે રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે HPCL માટે આઉટપરફોર્મ રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹410 પ્રતિશેરના નક્કી કર્યા છે. નજીકના ગાળામાં રશિયન ક્રૂડ સોર્સિંગ/પ્રાઈસિંગની અસર લિમિટેડ થવાની અપેક્ષા છે. ક્રૂડની કિંમતોના નરમ આઉટલુક, ક્ષમતા વિસ્તારથી સપોર્ટ શક્ય છે. પોઝિટીવ થીસીસ MQના બેરીશ ક્રૂડ પ્રાઇસ આઉટલુક પર આધારિત છે. પોઝિટીવ થીસીસ OMC ની ક્ષમતા વિસ્તરણ યોજનાઓ દ્વારા આધારીત છે. LPGની અન્ડર રિકવરી હજુ પણ વધુ પડતી છે. મજબૂત પરિણામના આઉટલુક સાથે પંસદ ક્રમાક HPCL, BPCL અને IOC છે.