Brokerage Radar: પીએફસી, આરઈસી, આઈશર મોટર્સ, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, પીએનબી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: પીએફસી, આરઈસી, આઈશર મોટર્સ, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, પીએનબી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર

મૉર્ગન સ્ટેનલીએ પીએનબી પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹95 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમ ગ્રોથ અનુમાનથી વધુ મજબૂત રહ્યો છે. Q3FY25 અપડેટથી પોઝિટીવ સરપ્રાઈસ છે.

અપડેટેડ 11:18:39 AM Jan 03, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

PFC અને REC પર Emkay

એમકેય પર PFC અને REC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે PFC માટે લક્ષ્યાંક ₹600 પ્રતિશેરના નક્કી કર્યા છે અને REC માટે લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાવર સેક્ટરમાં કેપેક્સ વધવાથી ફાયદો થશે. બન્ને કંપનીઓની લાંબા ગાળાની ગ્રોથ વિઝિબિલિટી વધી છે. સેક્ટરમાં રિફોર્મથી પણ ફાયદો થશે. પાવર સેક્ટરમાં બેન્ક સાથે સ્પર્ધા ખાસ નહીં. ગ્રોથના અનુમાનને જોતાં વેલ્યુએશન વાજબી છે. નાણાકીય વર્ષ 24-27માં PFCમાં 19% RoE અને RECમાં 20%RoE શક્ય છે.


આઈશર મોટર્સ પર સિટી

સિટીએ આઈશર મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5350 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિસેમ્બરમાં વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યો છે. તહેવાર સિઝન બાદ વોલ્યુમ ગ્રોથને સપોર્ટ મળ્યો. FY25 વોલ્યુમની આગાહી માટે સ્પષ્ટ અપસાઇડ જોખમી છે. બસ વોલ્યુમ ગ્રોથ સાથે CV વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. VECV વોલ્યુમ ગ્રોથ સામાન્ય રહ્યો છે.

ONGC પર જેફરિઝ

જેફરિઝે ઓએનજીસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹410 પ્રતિશેરથી ઘટાડી ₹385 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે KG બેસિનથી પ્રોડક્શન રેમ્પ અપ શેર માટે અહમ ટ્રીગર છે. પાછલા 3 મહિનામાં સ્ટૉકમાં 30% કરેક્શન ઓવરડન છે.

પેટ્રોનેટ LNG પર MS

મોર્ગન સ્ટેનલીએ પેટ્રોનેટ એલએનજી પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રેગુલેટરી દખલગીરી અંગે ચિંતા ઓછી થવાના સંકેતો છે. ભારતમાં LNG આયાતમાં વધારાને કારણે સારા અર્નિંગની અપેક્ષા છે.

PNB પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ પીએનબી પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹95 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમ ગ્રોથ અનુમાનથી વધુ મજબૂત રહ્યો છે. Q3FY25 અપડેટથી પોઝિટીવ સરપ્રાઈસ છે.

PI ઈન્ડસ્ટ્રીઝ પર HSBC

એચએસબીસીએ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4000 પ્રતિશેરથી ઘટાડીને ₹3800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાયરોક્સાસલ્ફોન માટે પડકારનજક સમય છે. પાયરોક્સાસલ્ફોનને કારણે એક્સપોર્ટ ગ્રોથ પર અસર શક્ય છે. એક્સપોર્ટમાં પહેલેથી જ નબળાઈ દેખાઈ રહી છે. કંપનીના મુખ્ય બિઝનેસમાં મંદી છે. નવા બિઝનેસના સ્કેલને વધારવામાં સમય લાગી રહ્યો છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 03, 2025 11:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.