Brokerage Radar: પોલિકેબ, ટાટા કોમ્યુનિકેશન, ડૉ.લાલ પેથલેબ્સ, એબી રિયલ એસ્ટેટ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ AB રિયલ એસ્ટેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને Q4માં ₹80 બિલિયનના પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો વિશ્વાસ છે. FY26માં પ્રી-સેલ્સમાં ₹9,000-10,000 કરોડ સુધી પહોંચવા માટે એક મજબૂત પાઇપલાઇન છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પોલિકેબ પર UBS
યુબીએસ પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં કંસો આવક 3% નીચે રહ્યા, EBITDAમાં 7% ઉપર રહ્યા. કેબલ અને વાયરની આવક 12% વધી પણ ટોપલાઈન પર નુકશાન થયુ છે. સરકારી કેપેક્ષમાં સુધારા થવાની અપેક્ષા છે.
પોલિકેબ પર સિટી
સિટીએ પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની આવક 20% વધી પણ અનુમાનથી ઓછી રહી છે. સિટીએ આગળ કહ્યું કે વાયર અને કેબલ્સ સેગમેન્ટમાં અપેક્ષા કરતાં વધુ સારું માર્જિન રહ્યું છે. FMEG બિઝનેસમાં ઘટાડો થયો, પણ EBITDA ગ્રોથ અનુમાનથી સારા રહ્યા છે.
પોલિકેબ પર મેક્વાયરી
મેક્વાયરીએ પોલિકેબ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7928 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટ્રેટેજીક આઉટલુક મુજબ FY25-30 માં લગભગ 15% આવક CAGRની અપેક્ષા છે. આવક અનુમાન સાથે ઈન-લાઈન પર છે.
પોલિકેબ પર જેફરિઝ
જેફરિઝે પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q3 કંસો સેલ્સ, EBITDAમાં 20%, 26% ગ્રોથ રહ્યો. 5 વર્ષ માટે મેનેજમેન્ટે સારા ગાઈડન્સ આપ્યું છે.
ટાટા કોમ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે ટાટા કોમ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ મિશ્ર રહ્યા છે. ડિજિટલ રિકવરી છે. કોર કનેક્ટિવિટી નબળી છે. નેટફાઉન્ડ્રી બિઝનેસ અને ડિજિટલ પોર્ટફોલિયોમાં થોડું ઓછું નુકસાન થયુ છે. ઓર્ડર બુકિંગ પ્રમાણમાં ધીમું રહ્યું છે.
ડૉ.લાલ પેથલેબ્સ પર CLSA
સીએલએસએ ડૉ.લાલ પેથલેબ્સ પર રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થિર પ્રાઈસ સાથે વોલ્યુમ ગ્રોથમાં સુધારો જોવા મળ્યો. સ્ટોક ઓક્ટોબર 2024ના હાઈથી 22% નીચે છે.
AB રિયલ એસ્ટેટ પર નોમુરા
નોમુરાએ AB રિયલ એસ્ટેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને Q4માં ₹80 બિલિયનના પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો વિશ્વાસ છે. FY26માં પ્રી-સેલ્સમાં ₹9,000-10,000 કરોડ સુધી પહોંચવા માટે એક મજબૂત પાઇપલાઇન છે.
વરૂણ બેવરેજીસ પર HSBC
HSBCએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹770 પ્રતિશેરથી વધી ₹680 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં Q4 સિઝનલી સ્મૉલ કવોટર છે. આફ્રિકામાં Expansion સતત વધી રહ્યું છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)