Brokerage Radar: પાવર ફાઈનાન્સ, વ્હીકલ ફાઈનાન્સ, જુબિલન્ટ ફૂડવર્ક્સ, એચડીએફસી એએમસી, ક્રોમ્પટન કંઝ્યુમર, કોફોર્જ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹10,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો આવક ગ્રોથ આઉટપરફોર્મ યથાવત્ રહેવાની અપેક્ષા છે. કોફોર્જ ભારતીય ITમાં હાઈ-ક્વેન્શન પિક છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પાવર ફાઇનાન્સર્સ પર CLSA
સીએલએસએ એ પાવર ફાઈનાન્સર્સ પર REC અને PFC માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે પાવર ફાઈનાન્સ કંપનીઓની અસેટ ક્વોલિટી સારી છે. Genco, રિન્યુએબલ, ઈન્ફ્રા બુકમાં અસેટ ક્વોલિટીમાં સારા છે. 2 વર્ષમાં નવા NPAમાં ફેરફાર નહીં રહે. ડિસ્કાઉન્ટમાં બુકમાં ઉતાર-ચઢાવ રહી શકે છે. PFC અને RECના અસેટ ક્વોલિટીને લઈ કોઈ પડકાર નહીં.
વ્હીકલ ફાઈનાન્સ પર HSBC
એચએસબીસીએ વ્હીકલ ફાઈનાન્સ પર કહ્યું કે FY25-27માં EPS ગ્રોથ અને નફો સ્થિર રહેવાની અપેક્ષા છે. ચોલામંડલમ ફાઈનાન્સ અને સુંદરમ હોમ ફાઈનાન્સ પ્રિફર્ડ પીક છે. M&M ફાઈનાન્સની પણ પસંદ છે. ચોલામંડલમ ફાઈનાન્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1510 પ્રતિશેરથી વધારીને ₹1610 પ્રતિશેરના નક્કી કર્યા છે.
જુબિલન્ટ ફૂડવર્કસ પર MS
મોર્ગન સ્ટેનલીએ જુબિલન્ટ ફૂડવર્ક્સે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹781 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ પર મેનેજમેન્ટનું ફોકસ છે. સોર્સિંગ, સપ્લાઈ ચેન, નેટવર્કિંગમાં ટેકનો સારો ઉપયોગ કરશે.
જુબિલન્ટ ફૂડવર્કસ પર જેફરિઝ
જેફરિઝે જુબિલન્ટ ફૂડવર્કસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ માટે ટેક, AI ગેમચેન્જર સાબિત થઈ રહી છે. ઈનોવેશનને કારણે SSS ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો. Store Scanning Specialist. મેનેજમેન્ટ મુજબ માર્જિનમાં વધુ ગ્રોથની અપેક્ષા છે.
HDFC AMCપર HSBC
એચએસબીસીએ એચડીએફસી એએમસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4350 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ લાર્જ સ્કીમ્સને કારણે અન્ય સ્પર્ધકો કરતા સારૂ પ્રદર્શન દેખાડ્યું. Peers YTDમાં આઉટપરફોર્મ રહ્યું છે. AUM અને EPS ગ્રોથમાં હાઈ ડાઉનસાઈડ રિક્સ જોવા મળ્યું.
ક્રોમ્પટન કન્ઝ્યુમર પર નોમુરા
નોમુરાએ ક્રોમ્પટન કન્ઝ્યુમર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹447 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બે પ્લેટફોર્મ્સ ન્યુક્લિયસ અને એક્સટેકનું અનાવરણ કર્યું. EPS CAGR 22% રહેવાની અપેક્ષા છે.
ક્રોમ્પટન કન્ઝ્યુમર પર MS
મોર્ગન સ્ટેનલીએ ક્રોમ્પટન કન્ઝ્યુમર પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹352 ના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નવા મોટર ન્યુક્લિયસ લોન્ચ કર્યું છે. પોર્ટફોલિયોમાં પ્રીમિયમાઈઝેશમનો હિસ્સો 40% વધવાની અપેક્ષા છે.
ક્રોમ્પટન કન્ઝ્યુમર પર જેફરિઝ
જેફરિઝે ક્રોમ્પટન કન્ઝ્યુમર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹480 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એનાલિસ્ટ મીટમાં નવા લોન્ચની જાણકારી આપી છે. 5-6 મહિનામાં કંપનીએ 4-5 વાર પ્રોડક્ટના પ્રાઈસ વધાર્યા છે.
કોફોર્જ પર જેફરિઝ
જેફરિઝે કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹10,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો આવક ગ્રોથ આઉટપરફોર્મ યથાવત્ રહેવાની અપેક્ષા છે. કોફોર્જ ભારતીય ITમાં હાઈ-ક્વેન્શન પિક છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.