Broker's Top Picks: પીવીઆર આઈનોક્સ, વરૂણ બેવરેજીસ, સોના બીએલડબ્લ્યૂ, એચએએલ, સિગ્નેચર ગ્લોબલ છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ સિગ્નેચર ગ્લોબલ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1436 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું પ્રી-સેલ્સ મોમેન્ટમ મજબૂત છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
PVR INOX પર નુવામા
નુવામાએ પીવીઆર આઈનોક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1765 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CY24માં નરમાશ જોવા મળી,CY25ની સારી શરૂઆત છે. વર્ષ દર વર્ષના આધાર પર છાવાનું જાન્યુઆરી-ફેબ્રુઆરી બોક્સ ઓફિસ કલેક્શન વાર્ષિક ધોરણે 39% વધ્યું. કોવિડ બાદ સૌથી સારો ફેબ્રુઆરી મહિનો રહ્યો. ફેબ્રુઆરીમાં ₹1245 કરોડનું કલેક્શન છે. જો કન્ટેન્ટ સારું હોય તો ઓડિયન્સ થિયેટર પર આવે છે. PVR માટે પ્રમોટરની ખરીદી એક મુખ્ય ટ્રિગર છે. ઘણી હોલીવુડ ફિલ્મોની રિલીઝ પણ એક મહત્વપૂર્ણ ટ્રિગર છે.
વરૂણ બેવરેજીસ પર DAM કેપિટલ
DAM કેપિટલે વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તાજેતરના કરેક્શન પછી શેરમાં એન્ટ્રીની સારી તક છે, ગરમીમાં 20% ક્ષમતા વિસ્તારથી ફાયદો શક્ય છે. CY24-26 દરમિયાન 19% CAGR સેલ્સ ગ્રોથની અપેક્ષા છે.
SONA BLW પર સિટી
સિટીએ સોના બીએલડબ્લ્યૂ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹570 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની પાસે મોટો ઓર્ડરબુક, આગળ પણ મજબૂતી શક્ય છે. ઓર્ડર બુક લાંબા ગાળા માટે ટેકો પૂરો પાડી શકે છે. ટૂંકા ગાળામાં રિસ્કની આશંકા છે. સુસ્ત વૈશ્વિક માંગ ઓર્ડર ગ્રોથ ધીમો પાડી શકે છે. હાલના ઓર્ડરમાં વિલંબ થઈ શકે છે. ઓર્ડરબુક સાઈઝ અને પ્રોડક્ટ ડાયવર્સિફિકેશને કારણે ખરીદદારીની સલાહ છે.
HAL પર UBS
યુબીએસે એચએએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5700 પ્રતિશેરથી ઘટાડીને ₹4800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટમાં નેગેટિવ દૃષ્ટિકોણની મર્યાદિત અસર FY26/27ના પરિણામ પર પડી શકે છે. અંદાજ મુજબ ઓર્ડર ન મળવાનું જોખમ છે. FY26માં ડિફેન્સ ઓર્ડરથી વધુ ફાયદો શક્ય છે. FY27માં ઓર્ડરબુક 3 ગણા રહેવાના અનુમાન છે. FY26/27થી આવકમાં 19%ના ગ્રોથની અપેક્ષા છે.
સિગ્નેચર ગ્લોબલ પર નુવામા
નુવામાએ સિગ્નેચર ગ્લોબલ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1436 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું પ્રી-સેલ્સ મોમેન્ટમ મજબૂત છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.