Broker's Top Picks: સ્ટીલ, મેટલ, આઈટી, પિડીલાઈટ છે બ્રોકરેજના રડાર પર
સિટીએ પિડીલાઈટ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટૂંકાગાળામાં ડિમાન્ડને લઈ અનિશ્ચિતા છે. લાંબાગાળામાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ પર ફોકસ રહેશે. પ્રીમિયમાઈઝેશન અને ઈનોવેશન ગ્રોથ માટે ખાસ છે. FY26/FY27 માટે EPS અનુમાન 57x/50x છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સ્ટીલ પર Emkay
એમકેયએ સ્ટીલ પર ટાટા સ્ટીલ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹185 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે JSW સ્ટીલ માટે Add કોલ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મિડ-સાયકલ રિકવરી માટે સ્ટીલ સેક્ટર પ્રાઇમ્ડ છે. ફેરસ મેટલ કરતાં નોન-ફેરસ મેટલ વધુ પસંદ છે.
મેટલ પર CLSA
સીએલએસએ એ મેટલ પર JSW સ્ટીલ માટે લક્ષ્યાંક વધારીને ₹825 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે ટાટા સ્ટીલ માટે લક્ષ્યાંક વધારીને ₹145 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે આગળ કહ્યું ચીન સ્ટિમુલસ અને યુરોપમાં ગ્રોથથી મેટલ ડિમાન્ડ આઉટલુક સુધર્યું છે. સેફગાર્ડ ડ્યુટીથી સ્થાનિક સ્ટીલ કંપનીઓને ફાયદો થશે. નોન-ફેરસ મેટલ કંપનીઓ પસંદ છે.
સ્ટીલ પર JP મૉર્ગન
જેપી મોર્ગને સ્ટીલ પર 12% સેફ ગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ ભારતીય સ્ટીલ કંપનીઓ માટે પોઝિટીવ છે. સ્થાનિક HRC પ્રાઈસ ₹2,000/ટન વધી શકે છે. ચીનના ઉત્પાદનમાં કાપ, જર્મન ઇન્ફ્રા ફંડ અને સેફગાર્ડ ડ્યુટી પર સ્ટીલ શેરોમાં તેજી છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને SAIL માટે પોઝિટીવ છે.
IT પર સિટી
સિટીએ આઈટી પર ફોરવર્ડ PE 24x પર નિફ્ટી ITનું વેલ્યુએશન હાઈ છે. આ વર્ષ 16% ઘટાડા બાદ પણ વેલ્યુએશન હાઈ છે. FY26માં 4% રેવેન્યુ ગ્રોથનું અનુમાન છે. માર્જિન સુધારણા અંગે સાવધ દૃષ્ટિકોણ છે. એમ્ફેસિસ માટે રેટિંગ અપગ્રેડ કરી ન્યુટ્રલ કર્યું. HCL ટેક અને ઈન્ફોસિસ વધુ પસંદ છે.
MFIs પર HSBC
એચએસબીસીએ એમએફઆઈએસ પર 2025માં MFI માટે પોઝિટીવ સેન્ટિમેન્ટ છે. ક્રેડિટ એક્સેસ વેલ્યુએશન FY26e BVPSના 1.8x પર ઊંચું છે. Book Value Per Share છે. ઉજ્જીવન SFB અને ઈક્વિટાસ SFB સારા વેલ્યુશનને કારણે આકર્ષક છે.
પિડીલાઈટ પર સિટી
સિટીએ પિડીલાઈટ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટૂંકાગાળામાં ડિમાન્ડને લઈ અનિશ્ચિતા છે. લાંબાગાળામાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ પર ફોકસ રહેશે. પ્રીમિયમાઈઝેશન અને ઈનોવેશન ગ્રોથ માટે ખાસ છે. FY26/FY27 માટે EPS અનુમાન 57x/50x છે.
પિડીલાઈટ પર નુવામા
નુવામાએ પિડીલાઈટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3360 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટાઇલ એડહેસિવ, વોટરપ્રૂફિંગ બિઝનેસ વધવા પર ફોકસ રહેશે. આફ્રિકા, સાઉદી અરબ જેવા ઈમર્જિંગ માર્કેટ પર ફોકસ રહેશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)