Broker's Top Picks: ટાટા મોટર્સ, મેક્રોટેડ ડેવલપર્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફિનસર્વ, સુવેન ફાર્મા, પિરામલ ફાર્મા છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ બજાજ ફિનસર્વ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ ક્રેડિટ ખર્ચથી FY25માં ગ્રોથ ધીમો અને RoE મધ્યસ્થ જોવા મળી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બેન્ક અને NBFC પર GS
ગોલ્ડમેન સૅક્સે બેન્ક અને એનબીએફસી પર PNB હાઉસિંગ માટે રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા છે તેમણે તેના પર લક્ષ્યાંક ₹1184 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત લોન ગ્રોથ અને મજબૂત નફાની અપેક્ષાથી રેટિંગ અપગ્રેડ કર્યુ. એક્સિસ બેન્ક માટે રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1228 પ્રતિશેરના નક્કી કર્યા છે. બેન્કની સિસ્ટમાં લિક્વિડિટી વધવાનો ફાયદો મળી શકે છે. SBI માટે રેટિંગ અપગ્રેડ કર્યા જે SELથી ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹823 પ્રતિશેરના નક્કી કર્યા છે. રિસ્ક-રિવૉર્ડ સંતુલિત છે.
ટાટા મોટર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹853 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓટો ટેરિફમાં તાજેતરના ફેરફારની અસર છે. Q4FY25માં જોવા મળી શકે છે. FY26 પર પણ નજર રહેશે. JLRનું વોલ્યુમમાં 1%નો ગ્રોથ રહી શકે છે. નોર્થ અમેરિકા Q4 વોલ્યુમમાં 31% યોગદાન આપી રહ્યું, વાર્ષિક ધોરણે 14% ઉપર છે. JLR નેટ ઋણ મુક્ત સાથે Q4 FCF 1.2 બિલિયન પાઉન્ડનો અંદાજ છે.
મેક્રોટેડ ડેવલપર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ મેક્રોટેડ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1230 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પુણે અને બેંગ્લુરૂમાં નવા પ્રોજેક્ટથી FY26માં ગ્રોથની અપેક્ષા છે. Q4 માટે પ્રી-સેલ્સ ઘટવાના અનુમાન, પણ કલેક્શન મજબૂત છે. 3%ના ગ્રોથ સાથે QoQ ધોરણે મોમેન્ટમ ધીમો છે.
ઈન્ટરગ્લોબ એવિએશન પર MS
મોર્ગન સ્ટેનલીએ ઈન્ટરગ્લોબ એવિએશન પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹6085 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પોઝિટીવ યીલ્ડ અને મજબૂત ઈન્ડસ્ટ્રી ક્ષમતાથી મજબૂત Q4ની અપેક્ષા છે. બિઝનેસ ક્લાસ Ramp-up અને ફ્યુલ પ્રાઈસમાં ઘટાડાથી પોઝિટીવ અસર છે. FY26માં EV/EBITDA 10.4x અને FY27માં 8.3x વધવાની અપેક્ષા છે.
બજાજ ફિનસર્વ પર CLSA
સીએલએસએ એ બજાજ ફિનસર્વ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ ક્રેડિટ ખર્ચથી FY25માં ગ્રોથ ધીમો અને RoE મધ્યસ્થ જોવા મળી શકે છે. અસેટ્સ ક્વોલિટીમાં સુધારા સાથે FY26માં મજબૂત ગ્રોથની અપેક્ષા છે. નફો CAGR 22-23%, AUM ગ્રોથ 25% રહેવાના અનુમાન છે.
સુવેન ફાર્મા પર GS
ગોલ્ડમેન સેક્સે સુવેન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1350 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં મજબૂત રિબાઉન્ડ અને સ્ટ્રક્ચરલ ગ્રોથની અપેક્ષા છે. ટોપ 3-5 દવાએની સારી માંગથી ગ્રોથને સપોર્ટ મળશે. નવી દવાને મંજૂરીથી ગ્રોથને બૂસ્ટ મળશે. મધ્યગાળામાં 20%થી વધુ EBITDA CAGR શક્ય છે.
પિરામલ ફાર્મા પર GS
ગોલ્ડમેન સૅક્સે પિરામલ ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹275 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટોપ-ક્વાર્ટર પ્રોફિટ ગ્રોથ માટે સ્થિત છે. FY24માં નફા માર્જિન 3% વધવાની અપેક્ષા, FY28માં 16% વધવાની અપેક્ષા છે. CDMO બિઝનેસ, CHG ક્ષમતા વિસ્તરણ અને ICH Bizનું ટર્નઅરાઉન્ડથી ગ્રોથને સપોર્ટ મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.