Today's Broker's Top Picks: ટાટા મોટર્સ, એસઆરએફ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પેટ્રોનેટ એલએનજી છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર રેટિંગ અપગ્રેડ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 1630 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફેસ્ટિવલ અને લગ્ન સિઝન અને નવી પ્રેમ કેટેગરીસથી માર્જિનને સપોર્ટ મળ્યો. FY25-26 દરમિયાન EPS 5.3%/6.5% અને PE લક્ષ્યાંક 50 ગણાથી 60 ગણા થયા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાટા મોટર્સ પર નોમુરા
નોમુરાએ ટાટા મોટર્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદદારી કરી. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 1294 રૂપિયા પ્રકિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JLRમાં નોંઘપાત્ર ઉછાળો આવ્યો, ડીમર્જર CVs માટે વેલ્યુ અનલૉક કરી શકે છે. JLR માટે EV/EBITDA 3.5 ગણા વધવાની અપેક્ષા છે. FY25માં EBIT માર્જિન 8.5% તો FY27માં 10.1% રહેવાની અપેક્ષા છે. જગુઆર ICE અને નવી EV જગુઆરનો ગ્રોથમાં ટેકો છે.
SRF પર MS
મોર્ગન સ્ટેનલીએ એસઆરએફ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2115 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા. એગ્રોકેમિકલમાં અનિશ્ચિતા સાથે નાણાકિય સ્થિતિમાં નરમાશની અસર છે. Q1માં સ્પર્ધાની અસરથી દબાણ વધ્યુ.
યુનાઈડેટ સ્પિરિટ્સ પર ICICI સિક્યોરિટીઝ
ICICI સિક્યોરિટીઝે યુનાઈડેટ સ્પિરિટ્સ પર ADD ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1480 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q1માં આવક ગ્રોથ YoY ધોરણે 8% વધી, વોલ્યુમ ગ્રોથ 3% રહ્યો. P&A સેગમેન્ટમાં રેવેન્યુ ગ્રોથ ડબલ ડિજિટ રહ્યો. લોકપ્રિય સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 3% ઘટાડો રહ્યો.
યુનાઈડેટ સ્પિરિટ્સ પર નુવામા
નુવામાએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર રેટિંગ અપગ્રેડ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 1630 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફેસ્ટિવલ અને લગ્ન સિઝન અને નવી પ્રેમ કેટેગરીસથી માર્જિનને સપોર્ટ મળ્યો. FY25-26 દરમિયાન EPS 5.3%/6.5% અને PE લક્ષ્યાંક 50 ગણાથી 60 ગણા થયા.
પેટ્રોનેટ LNG પર નોમુરા
નોમુરાએ પેટ્રોનેટ એલએનજી પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરથી વધારી 405 રૂપિયા પ્રતિશેરના કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના પરિણામ અનુમાનથી મજબૂત રહ્યા છે. વોલ્યુમ અને માર્જિન મજબૂત રહ્યા. દહેજ ટર્મિનલ વિસ્તરણ પ્રોજેક્ટ FY25માં પૂરા થવાના ટ્રેક પર છે.
પેટ્રોનેટ LNG પર CLSA
સીએલએસએ એ પેટ્રોનેટ એલએનજી પર રેટિંગ અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં નફો અનુમાનથી 24% વધુ રહ્યો, અન્ય આવક અને લાર્જ ઈન્વેન્ટરી મજબૂત છે. દહેજ અને કોચી બન્નેના વોલ્યુમ નબળા રહ્યા, પણ EBITDA ઈન-લાઈન રહ્યા. Q1 માં LNG વપરાશ 27% QoQ વધ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)