Today's Broker's Top Picks: ટાટા પાવર, જેએસડબ્લ્યૂ એનર્જી, ઝોમેટો, એમએન્ડએમ છે બ્રોકરેજના રડાર પર
JSW એનર્જી માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 885 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન વાર્ષિક 38% EBITDA CAGR રહેવાના અનુમાન છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પાવર યુટિલિટીઝ પર નોમુરા
નોમુરાએ પાવર યુટિલિટીઝ પર ટાટા પાવર માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 560 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન EBITDA CAGR 16% રહેવાના અનુમાન છે. RE ક્ષમતામાં 2 ગણા વધારાથી EBITDA ગ્રોથને સપોર્ટ મળ્યો. સોલર EPC મજબૂત ઓર્ડરબુકથી EBITDAને સપોર્ટ મળશે.
JSW એનર્જી પર નોમુરા
JSW એનર્જી માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 885 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન વાર્ષિક 38% EBITDA CAGR રહેવાના અનુમાન છે. ઓપરેશનલ કેપેસિટીમાં 2 ગણા વધારાથી EBITDA ગ્રોથને સપોર્ટ મળ્યો. સમગ્ર એનર્જી વેલ્યુ ચેઇનમાં નોંધપાત્ર તકો છે. ભારતમાં FY24-FY30 દરમિયાન એનર્જી માગ 7% CAGR વધવાની અપેક્ષા છે. FY24-FY30માં 7% CAGR તેની ઐતિહાસિક માંગ CAGR કરતાં 5% વધારે છે. ડેટા સેન્ટર્સ અને EV સ્પેસનો ફાયદો થશે.
કેબલ અને વાયર OEM પર HSBC
HSBC એ કેબલ અને વાયર OEM પર પોલિકેબ માટે ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધીરીને 7800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. KEI ઈન્ડસ્ટ્રી માટે હોલ્ડ રેટિંગ યથાવત્, લક્ષ્યાંક વધારીને 4350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. RR કાબેલ માટે હોલ્ડના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સમગ્ર સેગમેન્ટમાં ગ્રોથ ટેઈલવિન્ડ સાથે C&W માગ સતત મજબૂત છે.
Zomato પર HSBC
HSBC એ Zomato પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 260 રૂપિયા પ્રતિશેરથી વધારી 330 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઝડપી ડિલિવરી સ્પર્ધાત્મક તીવ્રતા સ્થિર થઈ રહી છે. કંપનીનો ટેક રેટ્સમાં સુધારો કરવા પર ફોકસ રહેશે. BlinkIt સાથે ક્વિક કોમર્સ, Swiggy ગતિ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી. Swiggy પાસે ટેક રેટ અને માર્જિનને વિસ્તૃત માટે સ્કોપ છે.
M&M પર CLSA
સીએલએસએ એ એમએન્ડએમ પર રેટિંગ અપગ્રડ કરી આઉટપરફોર્મનું કર્યું. તેમણે તેના પર લક્ષ્યાંક 3400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SUVની મજબૂત ગ્રોથ શેરથી રિ-રેટિંગ શક્ય છે. XUV 3X0, Thar Roxx મોડલથી ફાયદો થશે. નવા EV મોડલથી પણ સ્કેલ વધશે. FY26-27માં EBIT માર્જિન 9% રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.