TATA Steel ના Q3 ના પરિણામ શેરોમાં આવ્યો વધારો, બ્રોકરેજ ફર્મથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ | Moneycontrol Gujarati
Get App

TATA Steel ના Q3 ના પરિણામ શેરોમાં આવ્યો વધારો, બ્રોકરેજ ફર્મથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ

જેફરીઝે ટાટા સ્ટીલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 160 રૂપિયા પ્રતિ શર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા અનુમાનના મુજબ રહ્યા. ક્વાર્ટરના આધાર પર કંપનીના સ્ટેંડઅલોન બિઝનેસમાં EBITDA/ટનમાં 5% નો ઘટાડો જોવાને મળ્યો.

અપડેટેડ 03:27:58 PM Jan 28, 2025 પર
Story continues below Advertisement
મોર્ગન સ્ટેનલીએ ટાટા સ્ટીલ પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 160 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે.

TATA Steel Share Price: ટાટા સ્ટીલના અનુમાનથી સારા પરિણામ આવ્યા છે. કંપનીનો નફો 126 કરોડ એક વખતના ખોટના લીધેથી 43% લપસી ગયો. જો કે કંપનીના 550 કરોડના લૉસ અનુમાનના મુકાબલે 295 કરોડનો ફાયદો થયો છે. કંપનીની આવક પણ અનુમાનથી ઓછી ઘટી. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની માર્જિન પણ 8.9% ના અનુમાનના મુકાબલે 11% પર રહી. કંપનીના રેવેન્યૂ વર્ષના આધાર પર 3 ટકાના ઘટાડાની સાથે 53,648.3 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે એક વર્ષ પહેલા આ સમયમાં આ 55,312 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીની આવકમાં 3 ટકાનો ઘટાડો દેખાયો પરંતુ માર્જિન ફ્લેટ રહ્યા. ભારતીય કારોબારમાં રેકૉર્ડ સેલ્સ દર્જ કરવામાં આવ્યો છે. પરંતૂ યૂરોપિય કારોબારમાં સુસ્તીની બાવજૂદ સુધારના સંકેત જોવામાં આવ્યા.

બજારને ટાટા સ્ટીલના પરિણામ પસંદ આવ્યા. આજે બપોરે 03:19 વાગ્યે 1.88 ટકા એટલે કે 2.34 પોઈન્ટ ઉછળીને 128.75 ના સ્તર પર કારોબાર કરતા જોવામાં આવ્યા. તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 184.60 રૂપિયા રહ્યા છે જ્યારે ન્યૂનતમ સ્તર 122.62 રૂપિયા રહ્યા છે.

Brokerage on Tata Steel


જેફરીઝ

જેફરીઝે ટાટા સ્ટીલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 160 રૂપિયા પ્રતિ શર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા અનુમાનના મુજબ રહ્યા. ક્વાર્ટરના આધાર પર કંપનીના સ્ટેંડઅલોન બિઝનેસમાં EBITDA/ટનમાં 5% નો ઘટાડો જોવાને મળ્યો. EBITDA/ટન ખોટમાં ક્વાર્ટરના આધાર પર ઘટાડો જોવામાં આવ્યો. ક્વાર્ટરના આધાર પર કરજામાં 3% ઘટાડો જોવાને મળ્યો.

મોર્ગન સ્ટેનલી

મોર્ગન સ્ટેનલીએ ટાટા સ્ટીલ પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 160 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના UK બિઝનેસ અનુમાનના મુજબ જોવા મળ્યુ. નેધરલેંડ અને બીજા કારોબારનું સારૂ પ્રદર્શન રહ્યુ છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના કર્ઝ 88,800 કરોડ રૂપિયાથી ઘટીને 85,800 કરોડ રૂપિયા થઈ ગયા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Swiggy ના શેરોમાં આવ્યો કડાકો, આઈપીઓ પ્રાઈઝથી પણ નીચે લપ્સ્યો શેર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2025 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.