Today's Broker's Top Picks: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, ટેક, જેએસપીએલ, ઓઈલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ઓઈલ ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 417 રૂપિયા પ્રતિશેરથી વધારીને 460 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા. નબળા વોલ્યુમ અને રિયલાઈઝેશનને કારણે પરિણામો પર દબાણ રહેશે. લાંબા ગાળાના વોલ્યુમ ગ્રોથ માટે મેનેજમેન્ટે ગાઈડન્સ Reiterated કર્યું.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન પર નોમુરા
નોમુરાએ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર પર કહ્યું CG પાવર માટે ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ તેના પર લક્ષ્યાંક 970 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન અર્નિંગ CAGR 32% રહેવાની અપેક્ષા છે. ઈન્ડસ્ટ્રીનો અનુકૂળ પરિસ્થિતિઓનો ફાયદો લેવા માટે સ્ટ્રેટેજી તૈયાર છે. GE T&D માટે ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યું છે. તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન અર્નિંગ CAGR 76% રહેવાની અપેક્ષા છે. ઓર્ડરિંગ પ્રોસ્પેક્ટ્સ,માર્કેટ શેર ગેઇન્સ અને હેલ્થી પ્રાઇસિંગ પાવરનો સપોર્ટ છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ માટે ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ. તેના પર લક્ષ્યાંક 11700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ટેક પર જેફરિઝ
જેફરિઝે ટેક પર ITના Q2 પરિણામથી ગ્રોથ આઉટલુકમાં સુધારાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે ગ્રોથ અને સસ્તા વેલ્યુએશન વાળા શેર્સ કોફોર્જ, ઈન્ફોસિસ, TCS પસંદગીના શેર્સ છે.
JSPL પર MS
મોર્ગન સ્ટેનલીએ જેએસપીએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંસો EBITDA અનુમાનથી મજબૂત, વોલ્યુમ ગ્રોથ ઈન લાઈન છે. સારા રિયલાઈઝેશનથી પરિણામ અનુમાનથી મજબૂત રહ્યા છે. H2FY25માં રિકવરીની અપેક્ષા અને માર્જિનમાં પણ સુધારો આવવાની અપેક્ષા છે.
ઓઈલ ઈન્ડિયા પર નોમુરા
નોમુરાએ ઓઈલ ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 417 રૂપિયા પ્રતિશેરથી વધારીને 460 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા. નબળા વોલ્યુમ અને રિયલાઈઝેશનને કારણે પરિણામો પર દબાણ રહેશે. લાંબા ગાળાના વોલ્યુમ ગ્રોથ માટે મેનેજમેન્ટે ગાઈડન્સ Reiterated કર્યું. FY24-27 દરમિયાન નેટ ઓઈલ રિયલાઈઝેશન $75/bbl પર સ્થિર રહી શકે છે. ગેસની કિંમતો $6.50-7.60/mmBtuની રેન્જમાં રહી શકે છે. લાંબા ગાળાના વોલ્યુમ ગ્રોથ ગાઇડન્સ આપવામાં આવે તો રિ-રેટિંગની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)