Today's Broker's Top Picks: ટીવીએસ મોટર્સ, એલઆઈસી હાઉસિંગ, શ્રી સિમેન્ટ, પીએફસી છે બ્રોકરેજના રડાર
નોમુરાએ શ્રી સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 33400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q1ના પરિણામ અપેક્ષા કરતાં ઓછા, EBITDA અનુમાનથી ઓછા છે. મર્ચન્ટ પાવર સેલ્સ માટે Adjusted, સિમેન્ટ EBITDA લગભગ 904/t રૂપિયા છે. ક્ષમતા વિસ્તરણ: FY26 સુધીમાં 74 મિલિયન ટન સુધી પહોંચવાના ટ્રેક પર છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
TVS મોટર્સ પર જેફરિઝ
જેફરિઝે TVS મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q1 EBITDA અને રિકરિંગ નફો 26-31% વધીને નવી ઊંચાઈએ પહોંચ્યો. કંપની સ્થાનિક અને એક્સપોર્ટ માર્કેટ બન્નેમાં 2Wની માગ મજબૂત છે. ફ્રેન્ચાઈઝીમાં સુધારો આવવાથી માર્જિનને સપોર્ટ છે. H2CY24માં ભારતમાં 3 નવા પ્રોડક્ટ કંપની લોન્ચ કરશે. CY25ના અંત સુધીમાં નોર્ટન લોન્ચ થશે.
TVS મોટર્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ TVS મોટર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2783 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ગ્રોસ માર્જિન આશ્ચર્યજનક પોઝિટીવ રહ્યા. પરિણામ ઈન-લાઈન રહ્યા, EBITDA માર્જિન સુધરીને 11.5% સૌથી ઉચ્ચત્તમ સ્તર પર છે. H2FY25માં મલ્ટીપલ નવા બાઈક લોન્ચ કરશે.
LIC હાઉસિંગ પર MS
મોર્ગન સ્ટેનલીએ એલઆઈસી હાઉસિંગ પર રેટિંગ ડાઉગ્રેડથી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 550 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર FY25માં Pre-Provision Operating Profit 7% ઘટ્યુ. વ્યાજદરમાં ઘટાડાથી ડાઉનસાઇડ રિસ્ક છે. LIC હાઉસિંગ પર ગઈકાલે HSBC તરફથી પણ નેગેટિવ રિપોર્ટ જાહેર થયા હતા.
શ્રી સિમેન્ટ પર નોમુરા
નોમુરાએ શ્રી સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 33400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q1ના પરિણામ અપેક્ષા કરતાં ઓછા, EBITDA અનુમાનથી ઓછા છે. મર્ચન્ટ પાવર સેલ્સ માટે Adjusted, સિમેન્ટ EBITDA લગભગ 904/t રૂપિયા છે. ક્ષમતા વિસ્તરણ: FY26 સુધીમાં 74 મિલિયન ટન સુધી પહોંચવાના ટ્રેક પર છે.
PFC પર CLSA
CLSA એ PFC પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 610 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં નફો વર્ષ દર વર્ષના ધોરણે 24% વધી છે. વર્ષ દર વર્ષના આધાર પર લોન ગ્રોથ 10% પર રહ્યો પણ નરમાશ રહી. FY25 માટે ગ્રોથ ગાઈડન્સ 12-15% પર યથાવત્ રહેશે.
PFC પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઈને પીએફસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 620 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન બુક QoQ માં ઘટાડા સાથે નિરાશાજનક ક્વાર્ટર છે. મેનેજમેન્ટે ગાઈડન્સ ગ્રોથ યથાવત્ રાખ્યો. KSK પ્લાન્ટ માટે મળેલી સારી બિડ સાથે પ્રોવિઝનમાં સુધારો આવ્યો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.