Today's Broker's Top Picks: વરૂણ બેવરેજીસ, એસઆરએફ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર
બર્નસ્ટેઇને Paytm પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 GMV અને મર્ચન્ટ લોન ડિસ્બર્સલમાં સુધારો થશે. MTU માં સતત ઘટાડો થયો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
વરૂણ બેવરેજીસ પર HSBC
HSBCએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 770 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કેહવુ છે કે સારા વોલ્યુમ ગ્રોથ અને ખર્ચ એફિસિયન્સીમાં સુધારની Q3 ઓપરેટિંગ પરફોર્મન્સ મજબૂત રાખ્યા છે. ક્ષમતા વિસ્તાર, M&A અને દેવું ઘટાડવાથી અને એકત્રથી કંપનીના પરિણામમાં સપોર્ટ છે.
SRF પર જેફરિઝ
જેફરિઝે એસઆરએફ પર અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2070 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં કેમિકલ સેગમેન્ટમાં નરમાશ જોવા મળી. H2 માટે મેનેજમેન્ટે સારૂ ગાઈડન્સ આપ્યું. સિઝનલ મજબૂતીની અપેક્ષા છે. મોટા US સ્ટોક્સ અને ઘટતા ભાવો દ્વારા રેફ ગેસ પર અસર રહેશે. પેકેજિંગ પર નરમાશ જોવા મળી.
Jefferies On Paytm
જેફરીઝે પેટીએમ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 EBITDA ખોટમાં સતત ખર્ચમાં ઘટાડો (-13% QoQ), ટોપ લાઈનમાં રિકવરીને કારણે EBITDA ખોટમાં ઘટાડો આવ્યો. Paytm એ DLG-આધારિત ધિરાણ શરૂ કર્યું. ડિસ્બર્સલમાં રિકવરીથી EBITDAમાં સુધારો આવ્યો. NPCI TPAP મંજૂરીથી રિક્સ ઘટ્યું. વેલ્યુએશન (3.1x Sep'26 EV/સેલ્સ) જાળવી રાખવાની અપેક્ષા છે.
Paytm પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને Paytm પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 GMV અને મર્ચન્ટ લોન ડિસ્બર્સલમાં સુધારો થશે. MTU માં સતત ઘટાડો થયો. પર્સનલ લોન ડિસ્બર્સલમાં ઘટાડો નોંધાયો. ખર્ચમાં તીવ્ર ઘટાડા સાથે ખર્ચમાં નિયંત્રણ જોવા મળ્યું. Q2ના પરિણામ મજબૂત રહ્યા, છેલ્લા ત્રિસામિક ગાળામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)