કોમોડિટી લાઇવ: ક્રૂડમાં આજે તેજી યથાવત્, સોના-ચાંદી આજે રેન્જ બાઉન્ડ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં આજે તેજી યથાવત્, સોના-ચાંદી આજે રેન્જ બાઉન્ડ

સોનામાં આજે મર્યાદિત રેન્જ કારોબાર છે. કોમેક્સ પર સોનું આજે 2670ની આસપાસ છે. તો MCX પર પણ 76700ની આસપાસ કામકાજ કરી રહ્યું છે.. બજારની નજર આજે આવનારા USના PMIના આંકડા અને શુક્રવારે આવનારા નોન ફાર્મ પે રોલના આંકડાઓ પર રહેશે.

અપડેટેડ 11:41:03 AM Dec 04, 2024 પર
Story continues below Advertisement
ક્રૂડમાં ગઈકાલે 2 ટકાની તેજી આવી હતી. તેજી બાદ બ્રેન્ટના ભાવ 74 ડોલરને પાર પહોંચી ગયા છે.

ક્રૂડમાં ગઈકાલે 2 ટકાની તેજી આવી હતી. તેજી બાદ બ્રેન્ટના ભાવ 74 ડોલરને પાર પહોંચી ગયા છે. ગઈકાલે US દ્વારા ઈરાનની 35 જેટલી કંપની અને સંસ્થાઓ પર તેમ જ તેમના વાહણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા જેના કારણે ફરી એકવખત ક્રૂડમાં ઉછાળો આવ્યો છે. બજારની નજર કાલે OPEC અને સાથી દેશોની મળનારી બેઠક પર પણ છે જેમાં મોટા ભાગે ઉત્પાદન વધારો લંબાઈ શકે છે.

ગઈકાલે ક્રૂડના ભાવમાં 2%નો ઉછાળો નોંધાયો. આજે ક્રૂડના ભાવ 74 ડોલરને નીચે આવ્યા. US દ્વારા ઈરાનની 35 કંપની અને વાબણો પર પ્રતિબંધ છે. OPEC અને સાથી દેશોની કાલે બેઠક થશે. OPECની બેઠકમાં ઉત્પાદન વધારો લંબાઈ શકે છે. ચીન 2025ના આર્થિક લક્ષ્યાંકની તૈયારી કરી રહ્યું છે. નેચરલ ગેસમાં હાલ ફ્લેટ કામકાજ છે.

સોનામાં આજે મર્યાદિત રેન્જ કારોબાર છે. કોમેક્સ પર સોનું આજે 2670ની આસપાસ છે. તો MCX પર પણ 76700ની આસપાસ કામકાજ કરી રહ્યું છે.. બજારની નજર આજે આવનારા USના PMIના આંકડા અને શુક્રવારે આવનારા નોન ફાર્મ પે રોલના આંકડાઓ પર રહેશે.


ચાંદીમાં આજે સામાન્ય તેજી છે.. ભાવ 31.55ના સ્તરની પાસે ટક્યા છે.. તો MCX છેલ્લાં કેટલાક દિવસોમાં ચાંદી પર સારી તેજી આવી છે અને ભાવ 92 હજાર 300ને પાર પહોંચી ગયા છે.

LME તેમ જ સ્થાનિક બજારમાં આજે બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. એલ્યુમિનિયમ અને ઝિંક અને સામાન્ય પોઝિટિવ છે તો કોપરમાં અને લેડમાં દબાણ છે. ગઈકાલે કોપરમાં 2 સપ્તાહના ઉપલા સ્તર જોવા મળ્યા હતા જ્યાંથી આજે સામાન્ય નફાવસૂલી આવતી જોવા મળી છે. ખાસ કરીને ડોલર ઈન્ડેક્સમાં સ્થિરતા આવી છે અને ચીનમાં સતત બીજા મહિને ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

હળદરના ભાવ 2 સપ્તતાહના નીચલા સ્તરે છે. સતત બીજા અઠવાડિયે દબાણમાં હળદર રહેશે. 2 સપ્તાહમાં 8%નો ઘટાડો આવ્યો. નફાવસૂલીને કારણે દબાણ બન્યું. આવક વધવાને કારણે ભાવમાં ઘટાડો આવ્યો. વાવણીમાં વાર લાગતા કિંમતોને સપોર્ટ મળ્યો.

સતત બીજા સપ્તાહે ધાણાંમાં દબાણ દેખાયુ. 2 સપ્તાહમાં 1.50% નો ઘટાડો થયો. નવેમ્બરમાં 8%નો ઉછાળો આવ્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 04, 2024 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.