શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 88.20 પ્રતિ ડૉલરની સામે 88.20 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 88.20 પ્રતિ ડૉલરની સામે 88.20 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયો
ડૉલરની સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો. બેન્ક્સ ઇમ્પોટર્સ તરફથી ડૉલરની ખરીદી કરી રહી છે, જેથી ભારતીય ઇક્વિટીથી FPIનો આઉટ ફ્લો જોઈ રહ્યા છે. PCEના ડેટા પોઝીટીવ આવ્યા.
USમાં મોંઘવારી આંકડા
MoM અને YoY મોંઘવારી આંકડા અનુમાન મુજબ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈમાં કોર PCE વધી 2.9% રહ્યું. ફેબ્રુઆરી બાદ કોર મોંઘવારી સૌથી વધારે રહી. મહિના દર મહિનાના આધાર પર કન્ઝ્યુમર સ્પેન્ડિંગ 0.5% વધી. સપ્ટેમ્બરમાં 0.25% રેટ કટની 86.5% આશા છે.
સોનામાં કારોબાર
વૈશ્વિક બજારમાં ભાવ વધીને 3500 ડૉલર સુધી પહોંચ્યા હતા. ઓગસ્ટમાં કિંમતો આશરે 4% વધી. સપ્ટેમ્બરમાં વ્યાજ દર કાપની આશાએ સપોર્ટ વધ્યો.
ચાંદીમાં કારોબાર
ભાવ વધીને 14 વર્ષના ઉપલા સ્તરે પહોંચ્યા. વૈશ્વિક બજારમાં 40 ડૉલરની પાસે નોંધાયો કારોબાર. 2011માં 49 ડૉલરના હાઈ બન્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. ગોલ્ડ-સિલ્વર રેશિયો 7 મહિનામાં સૌથી વધુ 87 પર પહોંચ્યો.
બેઝ મેટલ્સમાં કારોબાર
સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી છે. વૈશ્વિક બજારમાં નિકલમાં મજબૂતી છે. નિકલના ભાવ જુલાઈ 2025 બાદથી સૌથી ઉપલા સ્તરે પહોંચ્યા.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
ક્રૂડ ઓઈલના કારોબારમાં કિંમતોમાં વોલેટાલિટી યથાવત્ છે. વધુ સપ્લાઈ સામે ડિમાન્ડને લઈ ચિંતા જોવા મળી. 6 સપ્ટેમ્બરે OPEC+ની બેઠક પર બજારની નજર રહેશે. SCO સમિટ પર નજર રહેશે.
બજારના સેન્ટિમેન્ટ સુધારે તેવા સમાચાર, ગ્લોબલ પડકારો હોવા છતા Q1માં દેશની ઇકોનોમીએ દેખાડ્યો દમ, જૂન ત્રિમાસિકમાં ગતિ 6.5%થી વધી થઈ 7.8%, 5 ત્રિમાસિકમાં સૌથી વધારે, એગ્રીકલ્ચર ગ્રોથથી મળ્યો સપોર્ટ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.