શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 89.46 પ્રતિ ડૉલરની સામે 89.44 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 89.46 પ્રતિ ડૉલરની સામે 89.44 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
USમાં વ્યાજ દર કાપની આશાએ સોનામાં તેજી આગળ વધી, અહીં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 27 હજારને પાર પહોંચ્યા, તો COMEX પર 4230 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. નવેમ્બર સતત ચોથા મહિને સોનામાં તેજી જોવા મળી છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો સોનાની કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. નવેમ્બર સતત ચોથા મહિને સોનામાં ખરીદદારી જોવા મળી. ડિસેમ્બરમાં US ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભાવના વધી.
સોના કરતા વધારે ચાંદીની તેજી આગળ વધતી દેખાઈ, જ્યાં સ્થાનિક બજારમાં દોઢ ટકાથી વધુની ખરીદદારી સાથે 1 લાખ 74 હજાર 600ના સ્તરને પાર કારોબાર નોંધાયો, તો વૈશ્વિક બજારમાં 57 ડૉલરની ઉપરના સ્તર જોવા મળ્યા હતા. વધુ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સામે અછતની ચિંતા વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો ચાંદીની વૈશ્વિક બજારમાં કિંમતો $57/ozના રેકોર્ડ સ્તર સુધી પહોંચી. ચાઈનામાં ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો નોંધાયો. ઓક્ટોબરમાં ચાઈનાનો સિલ્વર એક્સપોર્ટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો. વધતી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સામે ગ્લોબલ અછતની ચિંતા વધી.
શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી મજબૂત સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, જોકે વૈશ્વિક બજારમાં LME પર કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર નોંધાયો, જ્યારે USમાં કોપરના ભાવ વધીને આશરે 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચતા દેખાયા, અહીં ચાઈનીઝ સ્મેલટર્સ તરફથી ઉત્પાદન કાપની સંભાવનાઓના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો LME પર કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. US કોપરમાં 4 મહિનાના ઉપલા સ્તરે કારોબાર થશે. ચાઈનીઝ સ્મેલ્ટર્સ દ્વારા ઉત્પાદન કાપની આશા છે. મુખ્ય ઉત્પાદકો તરફથી ખાણકામમાં અવરોધોનો સપોર્ટ છે.
ક્રૂડ ઓઈલમાં પણ નીચલા સ્તરે સારી ખરીદદારી જોવા મળતા બ્રેન્ટના ભાવ 63 ડૉલરની ઉપર પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ આશરે દોઢ ટકાથી વધુની મજબૂતી જોવા મળી, જોકે નવેમ્બર મહિના આખાની વાત કરીએ તો ક્રૂડ ઓઈલમાં દબાણ જોવા મળ્યું છે..OPEC+ તરફથી ઉત્પાદનમાં વધારાથી ગ્લોબલ ભંડાર વધવાની આશંકાએ કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકા વધીને 432ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટી પર ફોકસ કરવામાં આવી રહ્યો છે. મસાલા પેકમાં જીરા, ધાણા અને હળદરમાં વેચવાલી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં પણ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. એરંડામાં ફ્લેટ કારોબાર થતો જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.