કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી, બ્રેન્ટ $65ને પાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી, બ્રેન્ટ $65ને પાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર

OPEC+ દેશોનું ડિસેમ્બરમાં પણ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો. ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ BPD વધારવાનો નિર્ણય કર્યો. 2026ના Q1માં ઉત્પાદન વધારો અટકાવશે OPEC+. ઓપેક+ કહ્યું રશિયા પર લાગેલા પ્રતિબંધની અસર દેખાવામાં સમય લાગશે. ટ્રમ્પે કહ્યું વેનેઝુએલા પર હુમલાની કોઈ યોજના નથી. JP મોર્ગન, Goldman Sachsને ક્રૂડમાં ઘટાડાની આશા છે.

અપડેટેડ 12:38:36 PM Nov 03, 2025 પર
Story continues below Advertisement
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી નરમાશ સાથે 364ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલરની સામે રૂપિયો કોઇ ફેરફાર વગર 88.77 પ્રતિ ડૉલરની સામે 88.77 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર નોંધાયો, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 99ના સ્તરની ઉપર યથાવત્ રહેતો જોવા મળ્યો હતો.

FY26ના Q1માં OPEC+ ઉત્પાદન વધારવાનું અટકાવશે તેવા સમાચારના કારણે ક્રૂડ ઓઈલમાં મજબૂતી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 65 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 61 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી.. ઉલ્લેખનિય છે કે OPEC+ની બેઠકમાં ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ bpd વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે જ ટ્રમ્પ તરફથી વેનેઝુએલા પર હુમલાની યોજના નહીં હોવાના નિવેદન આવતા ક્રૂડની કિંમતો પર અસર જોઈ, જોકે હવે બજારની નજર 30 નવમ્બરે થનાર OPEC+ની બેઠક પર બનેલી છે.

ફોકસમાં ક્રૂડ ઓઈલ


OPEC+ દેશોનું ડિસેમ્બરમાં પણ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો. ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ BPD વધારવાનો નિર્ણય કર્યો. 2026ના Q1માં ઉત્પાદન વધારો અટકાવશે OPEC+. ઓપેક+ કહ્યું રશિયા પર લાગેલા પ્રતિબંધની અસર દેખાવામાં સમય લાગશે. ટ્રમ્પે કહ્યું વેનેઝુએલા પર હુમલાની કોઈ યોજના નથી. JP મોર્ગન, Goldman Sachsને ક્રૂડમાં ઘટાડાની આશા છે. બન્ને એજન્સીઓને બ્રેન્ટનો ભાવ 60 ડૉલરની નીચે આવવાની આશા છે. OPEC+ની આગામી બેઠક 30 નવેમ્બરે થશે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી નરમાશ સાથે 364ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

સોનાની કિંમતોમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, જ્યાં COMEX પર ભાવ 4100 ડૉલરની પણ નીચે આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની ખરીદદારી સાથે 1 લાખ 21 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો..ઉલ્લેખનિય છે કે ચાઈનાએ 1 નવેમ્બર, 2025થી સોના પરનું ટેક્સ ઇન્સેન્ટીવ બંધ કરી દીધું છે...એટલે કે હવે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાંથી ખરીદેલું સોનું વેચતી વખતે રિટેલર્સને VAT ઓફસેટ કરવાની મંજૂરી આપવામાં નહીં આવશે.

ચીનમાં સોના માટે નવા નિયમો

ચીને 1 નવેમ્બર, 2025થી સોના પરનું ટેક્સ ઇન્સેન્ટીવ રદ્દ કર્યું. સોનું વેચતી વખતે રિટેલર્સને VAT ઓફસેટ કરવાની મંજૂરી નહીં મળે. નવા નિયમો ઇન્ડસ્ટ્રી, રોકાણકારો અને જ્વેલરી બધા પર લાગૂ છે.

ચાંદીમાં પણ તેજી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 48 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 49 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં ઝિંકમાં સૌથી સારી ખરીદદારી જોવા મળી, પણ વૈશ્વિક બજારમાં કોપર ફ્યૂચર્સમાં 3 મહિનાના ઉપલા સ્તરેથી દબાણ બન્યું, અહીં ચાઈનાના મેન્યુફેક્ચરિંગ PMI આંકડા સતત સાતમાં મહિને ઓક્ટોબરમાં ઘટ્યા હોવાથી મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી હતી.

કોપરમાં કારોબાર

ફ્યૂચર્સમાં કિંમતો 3 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી. મજબૂત US ડૉલરના કારણે કિંમતો પર અસર રહેશે. ઓક્ટોબરમાં ચીનના મેન્યુફેક્ચરિંગ PMI આંકડા ઘટ્યા. સતત સાતમાં મહિને મેન્યુફેક્ચરિંગ PMI આંકડા ઘટ્યા.

એગ્રી કૉમોડિટીમાં એક્શન, મસાલા પેકમાં તેજી સાથેનો કારોબાર, પણ ગુવાર પેકમાં વેચવાલી, જ્યારે કપાસિયા ખોળમાં અડધા ટકાથી વધુની નોંધાઈ તેજી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2025 12:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.