સોનામાં હજી COMEX પર 3000ના સ્તર જળવાઈ રહ્યા છે, તો સ્થાનિક બજારમાં 87,493ના સ્તરની પાસે શરૂઆતી કારોબાર હતો, જોકે ડૉલર ઇન્ડેક્સની વોલેટાલિટીની અસર કિંમતો પર દેખાઈ છે, ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં આંશિક રાહત આપવાના સંકેતોથી સોનામાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવતા કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી, જ્યાં બ્રેન્ટના ભાવ 73 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 69 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈ 85.64 પ્રતિ ડૉલરની સામે 86.59 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 4 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો હતો અને રૂપિયાની આ તેજી આગળ વધતી દેખાઈ રહી છે.
ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવતા કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી, જ્યાં બ્રેન્ટના ભાવ 73 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 69 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે... હવે બજારની નજર OPEC+ની બેઠક પર બનેલી છે, પણ ક્રૂડમાં આટલી તેજી પાછળના ક્યાં કારણો છે જાણીએ.
ક્રૂડ ઓઇલમાં ઉછાળો
ક્રૂડ ઓઇલ 3 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું. બ્રેન્ટનો ભાવ $73ને પાર રહ્યો. WTI પણ $69 થી ઉપર ટ્રેડ થયો.
ક્રૂડમાં વધારાનાં કારણો
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનથી ગતિ આવી. વેનેઝુએલા પાસેથી તેલ, ગેસ ખરીદશો તો ટેરિફનો સામનો કરવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે દેશો પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવશે. ચીન વેનેઝુએલા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે છે. ફેબ્રુઆરીમાં વેનેઝુએલાની ક્રૂડ એક્સપોર્ટ 5 વર્ષની ટોચે પહોંચી. 2023માં વેનેઝુએલાના ક્રૂડ ઓઇલનો ભંડાર 303 અબજ ડોલર થશે. શેવરોન વેનેઝુએલા બંધ કરવાની સમયમર્યાદા લંબાવશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતા 337ના સ્તરની પાસે જોવા મળી હતી.
સોનામાં હજી COMEX પર 3000ના સ્તર જળવાઈ રહ્યા છે, તો સ્થાનિક બજારમાં 87,493ના સ્તરની પાસે શરૂઆતી કારોબાર હતો, જોકે ડૉલર ઇન્ડેક્સની વોલેટાલિટીની અસર કિંમતો પર દેખાઈ છે, ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં આંશિક રાહત આપવાના સંકેતોથી સોનામાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.
સોનાની કિંમતોમાં મજબૂતી યથાવત્ રહેશે. વૈશ્વિક બજારમાં કિંમતો 3057 ડૉલર પ્રતિ ઔંસ સુધીના રેકોર્ડ સ્તરે જોઈ છે. ટ્ર્મ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં આંશિક રાહત મળવાના સંકેતો છે. શુક્રવારે આવનાર USના PCE ડેટા પર ફોકસ રહેશે.
ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની પાસે સ્થિર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખના સ્તરેથી નફાવસુલી જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં લેડ અને એલ્યુમિનિયમ સિવાયના મેટલ્સમાં તેજી હતી, જોકે વૈશ્વિક બજારમાં ઝિંકની કિંમતો 3 મહિનાના ઉપલા સ્તરની પાસે જોવા મળી, અહીં નાયર્સ્ટાર ઓસ્ટ્રેલિયાએ એક વર્ષ માટે 25% ઉત્પાદન કાપની જાહેરાત કરી હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી તરફ કોપરમાં US તરફથી ટેરિફનો ડર અને ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ કોપરમાં રેકોર્ડ સ્તરે કારોબાર થઈ રહ્યો છે.
ઝિંકમાં કારોબાર
કિંમતો વધીને 3 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. નાયર્સ્ટાર ઓસ્ટ્રેલિયાએ એક વર્ષ માટે 25% ઉત્પાદન કાપની જાહેરાત કરી.
7 એગ્રી વાયદા પર પ્રતિબંધનો સમય 1 વર્ષ માટે વધ્યો છે, આ અંગે SEBIએ નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી છે, અગાવ 31 માર્ચ 2025એ આ પ્રતિબંધનો સમય પૂરો થવાનો હતો, પણ હવે SEBIના નવા નોટિફિકેશન મુજબ આ પ્રતિબંધ 31 માર્ચ 2026 સુધી યથાવત્ રહેશે. ઉલ્લેખનિય છે કે, 20 ડિસેમ્બર 2021એ આ 7 એગ્રી કૉમોડિટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.
7 એગ્રી વાયદા પર અપડેટ
પ્રતિબંધનો સમય 1 વર્ષ માટે વધ્યો. SEBIએ નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી. 31 માર્ચ 2026 સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે. અગાવ 31 માર્ચ 2025એ પૂરો થવાનો સમય હતો. 20 ડિસેમ્બર 2021એ પ્રતિબંધ લગાવ્યા હતા.