ડૉલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદદારીના કારણે સોનાની કિંમતો પર ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જે બાદ comex પર સોનું 2653 ડૉલરની પાસે રહ્યું, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદદારીના કારણે સોનાની કિંમતો પર ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જે બાદ comex પર સોનું 2653 ડૉલરની પાસે રહ્યું, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 1 ડૉલરની નીચે રહ્યા,તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ ઝોનમાં કારોબાર જોવા મળ્યો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં સુસ્ત કારોબાર રહ્યો, સૌથી વધારે વેચવાલી એલ્યુમિનિયમ અને કોપરમાં રહી, અહીં મજબૂત ડૉલર ઇન્ડેક્સના કારણે મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી હતી.
રશિયા અને ઇરાન પર વધારાના પ્રતિબંધો લાગવાના અનુમાને ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતા બ્રેન્ટના ભાવ 74 ડૉલરની ઉપર નિકળ્યા, તો NYMEX ક્રૂડમાં 70 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, ફેડ તરફથી વ્યાજ દર પર નિર્ણય પહેલા ક્રૂડમાં ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી પણ જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે દોઢ ટકાથી વધુ ઘટતા 274ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ખાદ્ય તેલ પર ફોકસ, ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં 45 ડૉલર સુધીનો વધારો, જેમા સોયાતેલની ટેરિફ વેલ્યૂ માત્ર 8 ડૉલર વધી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.