કોમોડિટી લાઇવ: ક્રૂડમાં સતત ત્રીજા દિવસે દબાણ, મેટલ્સમાં આજે નફાવસૂલી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં સતત ત્રીજા દિવસે દબાણ, મેટલ્સમાં આજે નફાવસૂલી

ચાંદીમાં પણ આજે દબાણ છે. ચાંદીમાં ગઈ કાલે એક ટકાનો ઘટાડો આવ્યો હતો. ભાવ 30 ડોલરની નીચે પહોંચી ગયો હતો. જોકે હજું પણ પોણા ટકાનું દબાણ છે પરંતુ ભાવ ફરી પાછા 30 ડોલરની ઉપર આવી ગયા છે. mcx પર સોનું 87 હજારની નજીક છે.

અપડેટેડ 12:46:11 PM Nov 28, 2024 પર
Story continues below Advertisement
સોનામાં આજે દબાણ આવ્યું છે. કોમેક્સ પર સોનામાં દબાણ છે ભાવ 2650ની આસપાસ છે. mcx પર પણ દબાણ જોવા મળ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં આવેલી મજબૂતીને પગલે આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોનામાં આજે દબાણ આવ્યું છે. કોમેક્સ પર સોનામાં દબાણ છે ભાવ 2650ની આસપાસ છે. mcx પર પણ દબાણ જોવા મળ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં આવેલી મજબૂતીને પગલે આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડોલર ઈન્ડેક્સમાં તેજીથી સોનામાં દબાણ કરશે. ઓક્ટોબર PCE ઇન્ફલેશન અનુમાન મુજબ રહેશે. US તરફથી ટ્રેડ ટેરિફ અને ફુગાવાની પણ અસર રહેશે.

ચાંદીમાં પણ આજે દબાણ છે. ચાંદીમાં ગઈ કાલે એક ટકાનો ઘટાડો આવ્યો હતો. ભાવ 30 ડોલરની નીચે પહોંચી ગયો હતો. જોકે હજું પણ પોણા ટકાનું દબાણ છે પરંતુ ભાવ ફરી પાછા 30 ડોલરની ઉપર આવી ગયા છે. mcx પર સોનું 87 હજારની નજીક છે.

ડોલર ઈન્ડેક્સમાં આવેલા ઉછાળાને પગલે આજે મેટલ્સમાં દબાણ છે. LME પર મેટલમાં દબાણ સાથેનું કામકાજ છે. કોપરમાં આજે સવારે તેજી હતી ત્યાંથી થોડું દબાણ આવ્યું છે. MCX પર સૌથી વધુ દબાણ એલ્યુમિનિયમમાં છે.

US ડોલરમાં આવેલા ઉછાળાને પગલે ભાવમાં ઘટાડો થયો. જોકે માઈન્સનો ખર્ચ અને ઈન્વેન્ટરી ઘટતા ભાવને સપોર્ટ મળ્યો. US ટેરિફની જાહેરાત પર બજારની નજર રહેશે. ચીનમાં ફરી સ્ટિમ્યુલસની આશા છે. ઝિંકમાં ગઈકાલે 4 સપ્તાહના ઉપલા સ્તર બન્યા હતા.

ક્રૂડમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. એક તરફ USમાં આવેલો ઈન્વેન્ટરીમાં ઘટાડાની સામે મધ્યપૂર્વમાંથી સપ્લાય વધતા અસર સંતુલિત રહી છે. જોકે ફરી USમાં ગેસોલિન ઈન્વેન્ટરીમાં વધારો થયો છે. OPEC અને સાતી દેશોની રવિવારે બેઠક પર નજર છે.

નેચરલ ગેસમાં આજે ઘટાડો આવ્યો છે.

ધાણાં અને હળદરમાં આજે ઘટાડો આગળ વધ્યો. હળદરમાં ઓછી માગ અને સારા સ્ટોકને કારણે ભાવમાં દબાણ. તો એરંડામાં ગઈકાલના દબાણ બાદ આજે ખરીદદારી આવી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2024 12:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.