શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 88.78 પ્રતિ ડૉલરની સામે 88.72 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં શટડાઉન લાંબા સમય સુધી ચાલે તેવી આશંકાએ ડૉલરમાં વેચવાલી જોવા મળી રહી છે.
સોના-ચાંદીમાં સતત તેજી યથાવત્, ઇન્ટરનેશનલ માર્કેટમાં 3960 ડૉલરને પણ પાર પહોંચ્યું સોનું, તો MCX પર પણ કિંમતો 1 લાખ 20 હજારને પાર જોવા મળ્યો. ચાંદી પણ 1 લાખ 48 હજારની નજીક, અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલવાની આશંકા અને ઓક્ટોબરમાં દર ઘટવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો, વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં દબાણની પોઝિટીવ અસર કિંમતો પર રહી, પણ સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર, ઉત્પાદન ઘટવાની આશંકાએ કોપરમાં ફરી રિકવરી.
એગ્રી કૉમોડિટીમાં તેજી જોવા મળી, મસાલા પેકમાં ધાણા અને જીરામાં અડધા ટકાથી વધુની તેજી રહી, પણ કપાસિયા ખોળમાં નફાવસુલી આવી, તો ગુવાર પેકમાં ફ્લેટ કારોબાર રહ્યા.