આજે રૂપિયામાં નરમાશ છે. રૂપિયો આજે શુક્રવારના બંધ ભાવ 88..66 પ્રતિ ડોલરની પાસે કામકાજ કરતો જોવા મળ્યો છે.
આજે રૂપિયામાં નરમાશ છે. રૂપિયો આજે શુક્રવારના બંધ ભાવ 88..66 પ્રતિ ડોલરની પાસે કામકાજ કરતો જોવા મળ્યો છે.
સોનામાં આજે તેજી સાથેનો કારોબાર છે. આજે ફરી એકવાર સોનાના ભાવ 4000 ડોલરને પાર રહેતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ તેમ જ પ્રાઈવેટ જોબના આંકડા નબળા પડ્યા છે જેના કારણે ફરી સોનામાં ખરીદી જોવા મળી. ચીનની સેન્ટ્રલ બેન્ક દ્વારા ઓક્ટોબરમાં પણ સોનાના રિઝર્વમાં વધારો કરવામાં આવ્યો છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો સોનામાં આજે તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. નબળા US ડેટાને કારણે સેફ હેવન માગ વધી. US કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ, પ્રાઈવટ જોબ ડેટા અપેક્ષાથી નબળા રહ્યા. 72% લોકોને ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર કાપની આશા છે. કોમેક્સ પર ભાવ ફરી $4000ને પાર છે. ચીનની સેન્ટ્રલ બેન્ક દ્વારા ઓક્ટોબરમાં સતત બારમા મહિને રિઝર્વમાં વધારો થયો. ચીનની સેન્ટ્રલ બેન્કમાં સોનાનું હોલ્ડિંગ 74.09 m ઔંસ પર પહોંચ્યું.
ચાંદીમાં પણ આજે તેજી સાથે કારોબાર છે. કોમેક્સ પર ચાંદી 49 ડોલરને પાર કામ કરી રહી છે. તો MCX પર પણ ભાવ દોઢ લાખને પાર છે.
ક્રૂડમાં કારોબારની વાત કરીએ તો ગયા સપ્તાહે 2% ભાવ ઘટ્યા બાદ આજે તેજી આવી. હંગેરી રશિયાનું ક્રૂડ ખરીદી કરી શકે છે. ક્રૂડની આયાત MoM 2.3% અને YoY 0.2% વધી. એશિયન ખરીદદારો માટે સાઉદી અરબે ડિસેમ્બરમાં ભાવ ઘટાડ્યા.
કોપરમાં કારોબારની વાત કરીએ તો ગયા સપ્તાહના ઘટાડા બાદ આજે રિકવરી આવી. ચીનના નબળા આંકડાને કારણે ઘટાડો આવ્યો હતો. ચીન કોપર રિફાઈનિંગ ઈન્ડસ્ટ્રીની ઓવર કેપેસિટિને ઘટાડી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનો પાક ટેકાના ભાવે ખરીદી શરૂ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનો પાક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે અને આજે બીજો દિવસ છે. 300થી વધુ સેન્ટરો પર ટેકાના ભાવ આજે ખરીદી થઈ રહી છે. સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે મગફળી માટે 9.31 લાખ ખેડૂતોએ નોંધણી કરવામાં આવી હતી જ્યારે સોયાબિન માટે 72 હજાર 900 ખેડૂતોએ નોંધણી કરવી છે. તો અડદ માટે 900થી વધુ અને મગ માટે 600થી વધૂ ખેડૂતોએ નોંધણી કરાવી છે. આ તરફ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે 50 ખેડૂતોને જણસ લઈને બોલાવવામાં આવ્યા હતા.
શુગર મિલો માટે મોટી રાહત
સરકારે 1.5 મિલિયન ટન ખાંડ નિકાસ કરવાનો નિર્ણય લીધો. ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી. ખાંડ સીઝન 2025-26 માટે મંજૂરી મળી. સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડી શકે છે. કંપનીઓએ 2 મિલિયન ટન ખાંડ નિકાસની માંગ કરી હતી. મોલાસીસ નિકાસ પર 50% ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી. સરકારે 2024 માં મોલાસીસ નિકાસ પર ડ્યુટી લાદી હતી. સરકારનો અંદાજ છે કે ખાંડનું ઉત્પાદન 31 મિલિયન ટન થશે. ઉત્પાદન ગયા વર્ષ કરતાં 18.5% વધુ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.