કોપરમાં કારોબારની વાત કરીએ તો LME પર કોપરમાં રેકોર્ડ ઉપલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે. 2025માં કિંમતો 34%થી વધુ વધી. ઓછી ગ્લોબલ ઇન્વેન્ટરીની વોર્નિંગની અસર છે. ચિલી, ઇન્ડોનેશિયા, કોંગોમાં માઈન ખોરવાઈ છે.
બેઝ મેટલ્સ તરફથી પોઝિટીવ સંકેતો મળ્યાં, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી
ડૉલર સામે રૂપિયામાં નવા રેકોર્ડ લો સ્તરે કારોબાર જોવા મળ્યો, શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 22 પૈસા નબળો થઈને 90.19 પ્રતિ ડૉલરની સામે 90.41 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સેન્ટ્રલ બેન્કો તરફથી ડૉલરમાં ખરીદદારી વધતા, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો આવતા અને US-ભારત વચ્ચે ટ્રેડ ડીલમાં વિલંબના કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.
મજબૂત ડૉલરના કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 4190 ડૉલરની પાસે આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 28 જારની નીચે કિંમતો પહોંચતી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, USમાં રોજગારના આંકડા નબળા રહેતા કિંમતોને નીચલા સ્તરે થોડો સપોર્ટ પણ મળતો દેખાઈ રહ્યો છે.
ચાંદીમાં પણ સોનાને પગલે ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 58 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 78 હજારની પાસે કામકાજ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે, 2025માં હાલ સુધી ચાંદીની કિંમતો આશરે 103% વધી ચુકી છે.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઓલ ટાઈમ હાઈ 58.98 ડૉલરેથી ઘટી. 2025માં હાલ સુધી કિંમતો 103% વધી. ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની 90% સંભાવના છે. નવેમ્બરમાં USના પ્રાઈવેટ પેરોલના આંકડા ઘટી 32,000 છે. 2 ડિસેમ્બરે સિલ્વર ETFમાં 200 ટનનો ઉમેરો થયો. સિલ્વર ETFની હોલ્ડિંગ 2022ના ઉપલા સ્તરે રહી.
બેઝ મેટલ્સ તરફથી પોઝિટીવ સંકેતો મળ્યાં, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, તો LME પર કોપરમાં રેકોર્ડ ઉપલા સ્તરની પાસે કારોબાર નોંધાયો, જ્યાં ઓછી ગ્લોબલ ઇન્વેન્ટરીની વોર્નિંગ અને ચિલી, ઇન્ડોનેશિયા અને કોંગોમાં માઈન ખોરવાતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો LME પર કોપરમાં રેકોર્ડ ઉપલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે. 2025માં કિંમતો 34%થી વધુ વધી. ઓછી ગ્લોબલ ઇન્વેન્ટરીની વોર્નિંગની અસર છે. ચિલી, ઇન્ડોનેશિયા, કોંગોમાં માઈન ખોરવાઈ છે.
ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ આશરે પા ટકાથી વધુ વધીને 62 ડૉલરની પાસે પહોંચ્યા, જ્યારે NYMEX ક્રૂડમાં 59 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. અહીં યુક્રેન અને રશિયા વચ્ચે ફરી તણાવની સ્થિતી સાથે જ વેનેઝુએલાને US તરફથી મળતી ધમકીઓની અસર કિંમતો પર દેખાઈ રહ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 452ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.