બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી રહી, જોકે વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું.
ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, તેમ છતા 51 ડૉલરની ઉપર કારોબાર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 1 લાખ 55 હજારના લેવલની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 88.59 પ્રતિ ડૉલરની સામે 88.62 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં 100ના લેવલ્સની ઉપર કારોબાર પહોંચતા રૂપિયા પર દબાણ બન્યું છે. ડૉલર ઇન્ડેક્સમાં કારોબારની વાત કરીએ તો લેવલ્સ વધીને 100ના સ્તરની ઉપર પહોંચ્યા. ઇન્ડેક્સ 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યો. USના નોન ફાર્મ પેરોલના આંકડાઓ પર નજર રહેશે. બજારમાં 33% લોકોને ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવના છે.
મજબૂત ડૉલર ઇન્ડેક્સના કારણે સોનાની કિંમતો તૂટી, તેમ છતા comex પર ભાવ 4060 ડૉલરની ઉપર સ્થિર રહેતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 22 હજારના સ્તરની પાસે કરોબાર નોંધાયો, અહીં USમાં ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવના ઓછી થતા કિંમતો ઘટી, પણ મજબૂત ફિઝિકલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ પણ મળી રહ્યો છે.
ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, તેમ છતા 51 ડૉલરની ઉપર કારોબાર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 1 લાખ 55 હજારના લેવલની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી રહી, જોકે વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું.
ક્રૂડ ઓઈલમાં ગઈકાલના ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 63 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પણ નાની રેન્જમાં કામકાજ રહ્યું, જોકે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની ખરીદદારી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે US રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પએ યુક્રેનને શાંતી પ્લાન તરફ આગળ વધવા કહ્યું હોવાથી ભૌગોલિક તણાવ ઓછા થવાની સંભાવનાએ ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો ગઈકાલના ઉપલા સ્તરેથી કિંમતો ઘટી. US પ્રેસિડેન્ટએ યુક્રેનને શાંતી પ્લાન તરફ આગળ વધવા કહ્યું.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો પા ટકાથી વધુ વધીને 404ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
એગ્રી કૉમોડિટીમાં મસાલા પેકમાં આજે સારી એક્શન છે, જ્યાં ધાણામાં આશરે 3 ટકાથી વધુની મજબૂતી રહી, તો ગુવાર પેકમાં પણ સારી ખરીદદારી જોવા મળી, પણ કપાસિયા ખોળમાં દબાણ સાથેનો કારોબાર રહ્યો.