કોમોડિટી લાઇવ: સોના અને ચાંદીમાં આજે દબાણ, ક્રૂડમાં ગઈકાલના ઘટાડા બાદ સ્થિરતા
મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. USમાં કાલે આવનારા નોન ફાર્મ પે રોલના ડેટા પહેલા આજે કોપરમાં દબાણ છે. તો એલ્યુમિનિયમ, લેડ અને ઝિંક ફ્લેટ છે. કોપરમાં ગઈકાલની સ્થિરતા બાદ આજે દબાણ છે.
સોનામાં આજે દબાણ છે. કોમેક્સ પર સોનાના ભાવ 2670ની આસપાસ છે. ગઈકાલે જેરોમ પોવેલ દ્વારા વ્યાજદ કાપમાં ધીમો રાખવાની અને સાવધાનીથી આગળ વધવાનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ફેડની અપેક્ષા કરતા us અર્થતંત્રમાં વધુ મજબૂતી આવી છે એટલે વ્યાજદર કાપ અંગે સાવધાનીથી આગળ વધવું પડશે. બીજી તરફ ફ્રાંસમાં વડાપ્રદાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને દક્ષિણ કોરિયાની રાજકીય સ્થિતિને પગલે બજારને નીચેના સ્તરે ટેકો મળ્યો છે.
ઓક્ટોબરના રેકોર્ડ સ્તરેથી ભાવમાં 5%નો ઘટાડો થયો. 2024માં અત્યાર સુધી ભાવ 28% વધ્યા. માર્શલ લોનો અમલ નિષ્ફળ ગયા બાદ દક્ષિણ કોરિયા પર નજર રહેશે. પૉવેલે વ્યાજદર કાપ અંગે સાવધાનીથી આગળ વધીશું. શુક્રવારે USના નોન ફાર્મ પેરોલ ડેટા આવશે. US ફેડની 17 અને 18 ડિસેમ્બેર બેઠક છે.
ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ છે.. ગઈકાલે ચાંદીએ 2 સપ્તાહના ઉપલા સ્તર બનાવ્યા હાત જ્યાંતી આજે દબાણ જોવા મળી રહ્યું છે.
મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. USમાં કાલે આવનારા નોન ફાર્મ પે રોલના ડેટા પહેલા આજે કોપરમાં દબાણ છે. તો એલ્યુમિનિયમ, લેડ અને ઝિંક ફ્લેટ છે. કોપરમાં ગઈકાલની સ્થિરતા બાદ આજે દબાણ છે.
બ્રેન્ટમાં ગઈકાલે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો. પરમ દિવસે આવેલા ઉછાળા બાદ અહીં ઘટાડો આવ્યો છે. એક બેન્ક દ્વારા US ઓઈલ ફ્યુચર્સમાં મોટી વેચવાલી કરી છે જેના કારણે આ ઘટાડો આવ્યો છે. જો કે આજે ભાવ 72 ડોલરની ઉપર ફરી આવ્યા છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનું સિઝફાયર કાગળ પર જ રહી ગયું છે અને સિરિયમાં વિદ્રોહીઓએ અપનાવેલા આક્રમક મિજાજ સામે આવ્યો છે, જેના પગલે ભાવને સપોર્ટ મળ્યો છે. નેચરલ ગેસમાં આજે સામાન્ય ખરીદદારી છે.
જીરામાં આજે 4 સપ્તાહના નીચલા સ્તરેથી ખરીદી આવી. તો ધાણા અને હળદરમાં દબાણ આવ્યું. સામે ગુવાર પેકમાં આજે પણ દબાણ રહેશે.