સોનાની કિંમતોમાં તેજી યથાવત્ રહેતા comex પર ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે 2697 ડૉલરના લેવલ પર જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી નોંધાઈ
સોનાની કિંમતોમાં તેજી યથાવત્ રહેતા comex પર ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે 2697 ડૉલરના લેવલ પર જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી નોંધાઈ, અહીં આવતા સપ્તાહે usમાં ત્રીજીવાર વ્યાજ દરમાં કાપની સંભાવનાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
બજારની નજર અમેરિકાના મોંઘવારીના આંકડા પર રહેશે. અમેરિકામાં દર 0.25% ઘટવાની આશા છે. આ સપ્તાહે ECB, SNB, BoCની બેઠકમાં દર ઘટવાની આશા છે. ચીનના મૉનેટરી પૉલિસીમાં રાહત આપવાની ઘોષણાથી સપોર્ટ છે. 7 મહિના બાદ ચાઈનાએ સોનાની ખરીદી ફરી શરૂ કરી છે.
જોકે ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 31 ડૉલરની પાસે પહોંચી, જ્યારે સ્થાનિક બજારમાં 95,568ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળ્યું હતું.
બેઝ મેટલ્સમાં ગઈકાલની નરમાશ પર બ્રેક લાગતા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો, જેમાં સૌથી વધારે તેજી કોપરમાં દેખાઈ હતી.
સિરીયા તરફથી ચિંતા ઓછી થતા ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 72 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની ખરીદદારી જોવા મળી, બજારની નજર હવે usના ઇન્વેન્ટરીના આંકડા પર બનેલી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1 ટકા જેટલી વધતા 270ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી.
મસાલા પેકમાં આજે શરૂઆતી કારોબારમાં મજબૂતી સાથેનો કારોબાર રહ્યો, તો ગુવાર પેકમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ રહ્યું, જોકે એરંડા અને કપાસિયા ખોળમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આ સિવાય વૈશ્વિક બજારમાં પામ તેલની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ આશરે અઢી વર્ષની ઉંચાઈ નજીક પહોંચતા દેખાયા હતા.
ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં ઉછાળો છે. અઢી વર્ષની ઉંચાઈ નજીક ભાવ પહોંચ્યા હતા. મલેશિયામાં કિંમતો 5150 રિંગિતને પાર છે. સોયાબીનની કિંમતોમાં તેજીથી સપોર્ટ મળ્યો. સપ્લાઈથી વધુ માગના કારણે સપોર્ટ મળ્યો. ચીનમાં સ્થિતી સુધરવાની આશાએ કિંમતો વધી છે.
ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર ઘટયું
ગત વર્ષની તુલનાએ વાવેતર 29 ટકા ઘટ્યું. ચણા અને ઘઉંના વાવેતર ઘટ્યા હોવાથી કુલ વાવેતર ઘટ્યું. આ વર્ષે ચમા અને ઘઉંનું વાવેતર મોડું શરૂ થયું. 9મી ડિસેમ્બર સુધી રાજ્યમાં તમામ પાકોનું વાવેતર 25.38 લાખ હેક્ટરમાં થયું. ચણાનું વાવેતર 17 ટકા ઘટીને 95 હજાર હેક્ટરમાં થયું.