શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 88.69 પ્રતિ ડૉલરની સામે 88.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 88.69 પ્રતિ ડૉલરની સામે 88.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોના-ચાંદીની રેકોર્ડ તેજી આગળ વધતી દેખાઈ રહી છે, કયા પરિબળો અસર કરી રહ્યા છે, પ્રાઈસ ટ્રેન્ડ કેવો બની રહ્યો છે, તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે.
સોના-ચાંદીમાં કારોબારની વાત કરીએ તો સ્પોટમાં ચાંદીના ભાવ 51.24 ડૉલર પ્રતિ ઐંસના સ્તરે પહોંચ્યા. ઘણા દેશો તરફથી ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ છે. સ્પોટમાં ચાંદીના ભાવ 50 ડૉલર પ્રતિ ઐંસની ઉપર સ્થિર છે. ભારતમાં મજબૂત ફિઝિકલ, ઇન્વેસ્ટમેન્ટ અને તહેવારી માગથી સપોર્ટ છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમતો 1 લાખ 23 હજારને પાર છે. વૈશ્વિક બજારમાં ભાવ 4050 ડૉલરની ઉપર પહોંચ્યા.
ચાંદીમાં તેજી પાછળના કારણો
પશ્ચિમમાં દેવાનું સ્તર વધી રહ્યું છે. કરન્સીનું અવમૂલ્યન થઈ રહ્યું છે. US સરકારના બજેટમાં અવરોધ અને શટડાઉન છે. ભારતથી માગમાં વધારો જોવા મળ્યો. વેપાર માટે ઉપલબ્ધ બારનો ઘટતો પુરવઠો છે. 2021ના મધ્યથી લંડન ઇન્વેન્ટરીમાં 25% નો ઘટાડો થયો.
વૈશ્વિક અનિશ્ચિતતાએ સોનાની કિંમતોમાં ફરી ઉછાળો આવતા વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 4050 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો વધીનો 1 લાખ 23 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો...અહીં 1979 બાદ સૌથી સારો વાર્ષિક વધારો સોનામાં જોવા મળ્યો છે...ઉલ્લેખનિય છે કે ચાઈના પર ટ્રેમ્પના યૂ ટર્નથી કિંમતો પર અસર જોવા મળી રહી છે.
સોનામાં કારોબારની કિંમત વૈશ્વિક બજારમાં ભાવ 4,050 ડૉલર પ્રતિ ઔંસના સ્તરને પાર છે. 1979 બાદ સૌથી સારો વાર્ષિક વધારો જોવા મળ્યો.
સોના કરતા ચાંદીમાં તેજી આગળ વધતી દેખાઈ, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 51 ડૉલરની ઉપર પહોંચ્યા, સ્થાનિક બજારમાં આશરે 3 ટકાથી વધુની તેજી સાથે 1 લાખ 51 હજારને પાર કારોબાર જોવા મળ્યો, MCX પર ભાવ આશરે 5,600 રૂપિયા પ્રતિ ગ્રામ વધ્યા હતા..અહીં અનેક દેશોમાં ફિઝિકલ ડિમાન્ડ મજબૂત થતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
સોના-ચાંદીના માર્જિનમાં સુધારો !
MCXએ ઇનિશિયલ માર્જિન જરૂરિયાતમાં સુધારો કર્યો. સુધારો 14 ઓક્ટોબરથી લાગુ થશે.
બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ સુધરતા શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી સાથે કારોબાર જોવા મળ્યો, ખાસ કરીને કોપરમાં ચીલી અને ઇન્ડોનેશિયા તરફથી ઓછી સપ્લાઈની ચિંતા યથાવત્ રહેતા કિંમતો પર અસર દેખાઈ રહી છે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો એશિયામાં ભાવ 4 ટકા વધ્યા, શુક્રવારે 6 ટકાનો ઘટાડો નોંધાયો. ચાઈના પર USના બદલતા વલણના કારણે વોલેટાઈલ કારોબાર થઈ રહ્યો છે. ચીલી અને ઇન્ડોનેશિયા તરફથી ઓછી સપ્લાઈની ચિંતા યથાવત્ છે.
ચાઈના તરફ USના નબળા પડતા વલણના કારણે ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી રિકવરી આવી, જ્યાં બ્રેન્ટના ભાવ આશરે 1 ટકાથી વધુ વધીને 63 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 59 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો 7 મહિનાના નીચલા સ્તરેથી કિંમતો ઘટી. WTI ક્રૂડમાં 60 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. ચાઈના તરફ USનું કડક વલણ બદલાયું. ટ્રમ્પે કહ્યું કે US ચાઈનાને મદદ કરવા ઇચ્છે છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે સીઝફાયરથી પણ કિંમતોને સપોર્ટ મળ્યો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 277ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.