કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ 75$ને પાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ 75$ને પાર

US ચૂંટણી પહેલા સોનામાં નાની રેન્જમાં કારોબાર રહેશે. ગયા સપ્તાહના રેકોર્ડ હાઇથી ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. US ડૉલર 3 મહિનાની ઉચ્ચતમ સપાટીએ છે. ઓક્ટોબરમાં USમાં જૉબ એડિશન લગભગ ફ્લેટ છે.

અપડેટેડ 12:56:28 PM Nov 05, 2024 પર
Story continues below Advertisement
બેઝ મેટલ્સના કારોબાર પર તો આજે તમામ મેટલ્સની ચમક વધતી જોવા મળી છે.

નજર કરી લઇએ સોનાના કારોબાર પર તો સોનામાં આજે નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહની ઉંચાઇના રેકોર્ડ ભાવથી સોનામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બજારની નજર હવે USના પ્રેસિડન્ટના ઇલેક્શન પર અને US ફેડના નિર્ણય પર રહેશે.

US ચૂંટણી પહેલા સોનામાં નાની રેન્જમાં કારોબાર રહેશે. ગયા સપ્તાહના રેકોર્ડ હાઇથી ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. US ડૉલર 3 મહિનાની ઉચ્ચતમ સપાટીએ છે. ઓક્ટોબરમાં USમાં જૉબ એડિશન લગભગ ફ્લેટ છે. US ફેડના નિર્ણય પર બજારની નજર રહેશે. આ સપ્તાહમાં મોનેટરી પૉલિસી પર બેઠક રહેશે. આ સપ્તાહમાં UK, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, પૉલેન્ડ, નોર્વેમાં બેઠક છે.

આ તરફ ચાંદીમાં પણ સીમિત રેન્જમાં જ કારોબાર થઇ રહ્યો છે.. જ્યાં કોમેક્સ પર ભાવ 32 ડૉલરને પાર યથાવત છે. તો સ્થાનિક બજારમાં મામુલી દબાણ સાથેનો કારોબાર થઇ રહ્યો છે.


નજર કરી લઇએ બેઝ મેટલ્સના કારોબાર પર તો આજે તમામ મેટલ્સની ચમક વધતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર થતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે કોપરની કિંમતોમાં રાતોરાત 1.5%નો ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં ચીનની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં ગ્રોથ જોવા મળ્યો છે. જેની અસર કોપરની કિંમતો પર જોવા મળી રહી છે.

ભાવમાં રાતોરાત 1.5%નો ઉછાળો દેખાયો. ઓક્ટોબરમાં ચીનની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં ગ્રોથ રહેશે. આ સપ્તાહે થનારી ચાઇના નેશનલ પીપલ્સ કૉંગ્રેસ પર ફોકસ રહેશે. ડૉનાલ્ડ ટ્રમ્પ ચીનથી થનારા ઇમ્પોર્ટ પર 60% ટેરિફ વધારી શકે. કમલા હેરિસ હાલના ટ્રેડના અભિગમ સાથે આગળ વધશે.

ક્રૂડમાં આજે તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો આજે ફરી 75 ડૉલરને પાર નીકળી.. તો નાયમેક્સ ક્રૂડ અને સ્થાનિક બજારમાં તેજી સાથેનો જ કારોબાર થઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે OPEC+ દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય ટાળ્યો છે તો સામે ટ્રમ્પ અને કમલા હેરિસે ઓઇલનું પ્રોડક્શન વધારવાનું વચન આપ્યું છે.

ક્રૂડમાં રાતોરાત 3%નો વધારો નોંધાયો. OPEC+ દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય ટાળ્યો. ડિસેમ્બરમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય વધુ 1 મહિના માટે સ્થગિત રહેશે. 1.8 LK BPD દ્વારા ઉત્પાદન વધારવાની યોજના હતી. ટ્રમ્પ અને કમલા હેરિસે ઓઇલનું પ્રોડક્શન વધારવાનું વચન આપ્યું છે. US ક્રૂડ ઓઇલ પ્રોડક્શન 13 mbpd વધારે છે. ઇરાન અને લિબિયાથી પ્રોડક્શનમાં વધારો થશે.

નેચરલ ગેસમાં આજે મામુલી તેજી જોવા મળી રહી છે.. સ્થાનિક બજારમાં અડધા ટકાના કારોબાર સાથે ભાવ 234ના સ્તરને પાર જોવા મળ્યો છે.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, મસાલા પેકનો સ્વાદ આજે થોડો ફિક્કો પડતો જોવા મળી રહ્યો છે. તમામ મસાલામાં આજે નાની રેન્જમાં કારોબાર થઇ રહ્યો છે. તો બીજી તરફ ગુવાર પેકમાં સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ તરફ એરંડા અને કપાસિયા ખોળમાં પણ મામુલી એક્શન જ છે.

Gold Rate Today: આજે ફરી સોનું થયુ સસ્તુ, જાણો આજે મંગળવારે કેટલુ સસ્તુ થયુ સોનું

MoneyControl News

MoneyControl News

First Published: Nov 05, 2024 12:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.