us ફેડના વ્યાજ દર અંગેના નિર્ણય પહેલા સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 2650 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો.
us ફેડના વ્યાજ દર અંગેના નિર્ણય પહેલા સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 2650 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો.
ચાંદીમાં પણ નાની રેન્જ બાઉન્ડ કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની વેચવાલી દેખાઈ હતી.
ક્રૂડમાં ગઈકાલની તેજી પર બ્રેક લાગતા આજે બ્રેન્ટના ભાવ 74 ડૉલરની નીચે આવતા દેખાયા, તો nymex ક્રૂડમાં 70 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે..ઉલ્લેખનિય છે કે નબળી ગ્લોબલ ડિમાન્ડના કારણે અને ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓથી કિંમતો પર દબાણ બની રહ્યું છે.
નબળી ગ્લોબલ ડિમાન્ડના કારણે કિંમતો ઘટી. ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓથી કિંમતો પર અસર થશે. 2025માં ઓવર સપ્લાઈના અનુમાન છે. US અને યુરોઝોનમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નબળી પડી. US ફેડની બેઠક પર બજારની નજર છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં નેગેટીવ સંકેતો સાથે 273ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
દેશમાં ઘઉં અને ચણાના વાવેતરમાં મામુલી વધારો, પણ મગફળીનું વાવેતર ઘટ્યું, આ સાથે જ દેશમાં કુલ રવી પાકનું વાવેતર 559 લાખ હેક્ટરમાં નોંધાયું. શુગર પર ફોકસ, વૈશ્વિક બજારમાં ભાવ 3 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા, ગ્લોબલ સપ્લાઈ આઉટલૂક સુધરતા કિંમતો પર દબાણ બન્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.