બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો, તો વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતોમાં વેચવાલી દેખાઈ હતી.
બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો
ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી આવતા સોનાની કિંમતોમાં ફરી રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, જ્યાં comex પર ભાવ 2779 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 79,435ના સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ધનતેરસના દિવસે RBIએ બેન્ક ઑફ ઇગ્લેંડ પાસેથી 102 ટન સોનાની ખરીદી કરી હતી.
સોનાને સપોર્ટ કરતા ફેક્ટર્સ
નબળા US લેબરના આંકડા રહ્યા. 5 નવેમ્બરે USની ચૂંટણીને લઈ અનિશ્ચિતતા રહેશે. 6 અને 7 નવેમ્બરે US ફેડની બેઠક થશે. ભૌગોલિક તણાવના કારણે કિંમતોને સપોર્ટ મળશે. સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારીનો સપોર્ટ મળી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડમાં વધારો થયો. તહેવારની સિઝનમાં ભારતથી માગ મજબૂત થઈ. 2024માં હાલ સુધી ચાઈનાનો ગોલ્ડ વપરાશ 11 ટકા ઘટ્યો.
જોકે ચાંદીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલરની પાસે સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 98,480ના સ્તરની પાસે શરૂઆતી કારોબાર જોવા મળ્યો હતો.
બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો, તો વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતોમાં વેચવાલી દેખાઈ હતી. મજબૂત US ડૉલર અને યીલ્ડમાં રિકવરીથી કિંમતો પર અસર રહેશે. ઈનામાં અનિશ્ચિતતાના કારણે મોટાભાગની મેટલ્સ પ્રભાવિત થશે.
ક્રૂડમાં સતત બીજા દિવસે નરમાશ રહેતા બ્રેન્ટના ભાવ 72 ડૉલરની નીચે રહ્યા, જોકે નીચલા સ્તરેથી સુધારો પણ જોવા મળ્યો, પણ OPEC+ તરફથી ડિસેમ્બરમાં 1.8 લાખ બેરલ સપ્લાઈ વધવાની આશાએ કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી રહી છે.
સતત બીજા દિવસે તેલના ભાવમાં ઘટાડો આવ્યો. ક્રૂડના ભાવ 3 દિવસમાં લગભગ 7% જેટલું ઘટ્યા. ડિસેમ્બરમાં OPEC+ની બેઠક થશે. OPEC+ના કાપને લઈને બજારમાં મતભેદ છે. ડિસેમ્બરમાં 1.8 લાખ બેરલ સપ્લાઈ વધવાની આશા છે.
ક્રડમાં કેમ આવ્યો ઘટાડો?
ચીનથી ક્રૂડની માગ નબળી રહી છે. US, કેનેડા, ગુયાના, બ્રાઝિલે ઉત્પાદન વધાર્યું. સિટી, JP મોર્ગનને ભાવ $60 પાસે પહોંચવાની આશા છે. OPEC+એ ઉત્પાદન વધાર્યું તો ભાવ વધુ ઘટશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 243ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
કૉટન પર ફોકસ રહેશે. અમેરિકામાં કપાસની આવકના પ્રેશરથી ન્યૂયોર્ક રૂ વાયદો સતત ત્રીજા દિવસે ઘટ્યો. ખેડૂતોએ આશરે 52 ટકા કપાસ ઉપાડી લેતા કિંમતો પર દબાણ રહ્યું.