કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નફાવસુલીનું દબાણ, ક્રૂડ ઓઈલમાં ઘટાડો આગળ વધ્યો
ક્રૂડ ઓઈલમાં દબાણ આગળ વધતા બ્રેન્ટના ભાવ 63 ડૉલરની પાસે પહોંચ્યા, જ્યારે NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું, આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં કિંમતો આશરે 2.5% જેટલી તૂટતી દેખાઈ. ઉલ્લેખનિય છે કે 2 દિવસના બંધ બાદ રશિયન એક્સપોર્ટ ફરી શરૂ થતા કિંમતો પર દબાણ બન્યું હતું.
US ડૉલરમાં મજબૂતીથી કિંમતો પર અસર જોવા મળી. ઇન્ડોનેશિયાના નિકલ ક્ષેત્રનો વધુ પડતો વિસ્તાર થયો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈને 88.63 પ્રતિ ડૉલરની સામે 88.66 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે USમાં શટડાઉન પૂર્ણ થયા બાદ પહેલીવાર USના આર્થિક આંકડા આવ્યા પહેલા ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી.
સોનામાં ઉપલા સ્તરેથી નફાવસુલીનું દબાણ રહેતા COMEX પર આશરે અડધા ટકાના ઘટાડા સાથે 4020ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક બજારમાં એક ટકા જેટલી નરમાશ સાથે ભાવ 1 લાખ 21 હજાર 500ના સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા. ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવનાઓ ઓછી થતા સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.
પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર
સોના-ચાંદીની કિંમતોમાં નફાવસુલી જોવા મળી. આ સપ્તાહે જાહેર થનાર USના આંકડા પર નજર રહેશે. ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવના ઘટી.
ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ આવતા અહીં સ્થાનિક બજારમાં ભાવ 49 ડૉલરની પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં 2 ટકાથી વધુના દબાણ સાથે 1 લાખ 51 હજાર 900ના સ્તરની પાસે કામકાજ જોવા મળ્યું હતું.
મજબૂત ડૉલર ઇન્ડેક્સના કારણે બેઝ મેટલ્સમાં વેચવાલી રહી, જ્યાં સૌથી વધારે દબાણ ઝિંકમાં રહ્યું, તો વૈશ્વિક બજારમાં પણ મેટલ્સમાં નફાવસુલીની અસર રહેતા કોપરમાં 1 સપ્તાહ, જ્યારે નિકલમાં 7 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
મેટલ્સમાં કારોબાર
US ડૉલરમાં મજબૂતીથી કિંમતો પર અસર જોવા મળી. ઇન્ડોનેશિયાના નિકલ ક્ષેત્રનો વધુ પડતો વિસ્તાર થયો. ઇન્ડોનેશિયને નિકલ માઇનિંગ ક્વોટામાં 120 મિલિયન ટનનો ઘટાડો કર્યો. 2025માં નિકલ LME સ્ટોકમાં 90,000 ટનનો વધારો થયો.
ક્રૂડ ઓઈલમાં દબાણ આગળ વધતા બ્રેન્ટના ભાવ 63 ડૉલરની પાસે પહોંચ્યા, જ્યારે NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું, આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં કિંમતો આશરે 2.5% જેટલી તૂટતી દેખાઈ. ઉલ્લેખનિય છે કે 2 દિવસના બંધ બાદ રશિયન એક્સપોર્ટ ફરી શરૂ થતા કિંમતો પર દબાણ બન્યું હતું.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં ઘટાડો આગળ વધ્યો. છેલ્લા 1 સપ્તાહમાં કિંમતો 2.5% જેટલી તૂટી. રશિયા પરના પ્રતિબંધો કરતાં વધુ પુરવઠાની ચિંતાઓ વધારે છે. OPEC અને નોન-OPECના આઉટપુટમાં વધારો સંભવ છે. 21 નવેમ્બરથી US રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ ઘટીને 386ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
ઘઉંમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 4 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. ટૂંકાગાળે વધુ ખરીદદારી અને ઓછી ઉપલબ્ધતાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. સોયાબીનમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને જુલાઈ 2024ના ઉપલા સ્તરની પાસે પહોંચી. ચીન ડિસેમ્બર માટે 7 US કાર્ગો ખરીદશે, જેની જાન્યુઆરીમાં ડિલિવરી થશે.