શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87 પ્રતિ ડૉલરની સામે 86.90 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં. ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સતત બીજા સપ્તાહની શરૂઆતમાં ડૉલર ઇન્ડેક્સ 103ના સ્તરની પાસે સ્થિર રહેતો દેખાઈ રહ્યો છે.
USમાં વધશે મોંઘવારી
1 વર્ષનું અનુમાન વધીને 4.9% પર પહોંચ્યુ. નવેમ્બર 2022 બાદ સૌથી વધુ મોંઘવારી અનુમાન છે. 5 વર્ષનું અનુમાન વધારી 3.9% પર પહોંચ્યુ. ફેબ્રુઆરી 1993 બાદ સૌથી વધુ અનુમાન છે. ટ્રમ્પ ટેરિફથી બજારને મોંઘવારી વધવાની આશંકા છે.
આ સપ્તાહ વ્યાજ દર અંગે નિર્ણય
ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ બેન્ક, BoJ બુધવારે નિર્ણય લેશે. બ્રાઝિલની સેન્ટ્રલ બેન્ક પણ વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. ચીન ગુરુવારે 1 અને 5 વર્ષના લોન પ્રાઇમ રેટ પર નિર્ણય લેશે. તાઇવાન, BoE, સ્વિટ્ઝર્લૅન્ડ ગુરુવારે દરો પર નિર્ણય લેશે. રશિયાની સેન્ટ્રલ બેન્ક શુક્રવારે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે.
કોમોડિટી બજારની સ્થિતિ
US ઓઇલ કંપનીના અધિકારીઓ આ સપ્તાહ ટ્રમ્પને મળશે. ટ્રમ્પ સાથે એનર્જી પ્રોડક્શન પ્લાન પર ચર્ચા થશે. એશિયામાં કોલસાના ભાવ 4 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા. ટ્રમ્પ વહીવટીતંત્ર કોલસા આધારિત પ્લાન્ટ ફરી શરૂ કરી શકે છે. કોલસાનો ઉપયોગ 2027 સુધી વધતો રહેશે. સોનાનો ભાવ પહેલી વાર $3,000/ઔંસને પાર થયો.
ગત સપ્તાહે સોનાની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી હતી, જોકે આજે શરૂઆતી કારોબારમાં આ તેજી ઉપલા સ્તરેથી થોડી ઘટી છે, જ્યાં COMEX પર ભાવ 3000ના સ્તરની નીચે આવતા દેખાઈ, તો સ્થાનિક બજારમાં 87,760ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો છે...ઉલ્લેખનિય છે કે, 14 માર્ચના રોજ વૈશ્વિક બજારમાં સોનાએ 3000 ડૉલરના સ્તરને પાર કારોબાર કર્યો હતો. US CPI અને PPIના આંકડા અનુમાન કરતા નબળા રહેતા અને મજબૂત ETF સાથે સેન્ટ્રલ બેન્કો તરફથી ખરીદદારીનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
ચાંદીમાં પણ તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરને પાર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં ફરી એકવાર 1 લાખના સ્તરને પાર કામકાજ જોવા મળ્યું હતું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જોકે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો વધીને આશરે 9 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, અહીં ઇન્ડોનેશિયા અને મ્યાનમારમાં ઓછા ઉત્પાદનની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, સાથે જ ડૉલરમાં પણ નરમાશના કારણે કિંમતો પર પોઝિટીવ અસર જોવા મળી હતી.
ક્રૂડમાં શરૂઆતી તેજી થોડી ઓછી થતા બ્રેન્ટના ભાવ 71 ડૉલરની નીચે સરકતા દેખાયા, જોકે પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્ હતો, જ્યાં NYMEXમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 67 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો...ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે ક્રૂડમાં 3 ટકાની તેજી દેખાઈ હતી, યુક્રેન યુદ્ધને લઈ ભૌગોલિક અનિશ્ચિતતાના કારણે અને 2025માં ગ્લોબલ સપ્લાઈ સરપ્લસ વધવાની આશંકાએ ક્રૂડમાં તેજી તરફની ચાલ દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 359ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી કૉમોડિટીમાં એક્શન, મસાલા પેકમાં હળદરમાં સૌથી વધારે ખરીદદારી જોવા મળી. ગુવાર પેકમાં પણ તેજી સાથે કારોબાર જોવા મળ્યો તો કપાસિયા ખોળમાં પણ મજબૂતી સાથેનો કારોબાર થયો છે.