ફેડ દ્વારા વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થયા હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી, પરિણામે સોનાની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. COMEX પર સોનું 2760 ડૉલરની સ્તરની પાસે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં 80,500ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. આ સાથે જ બેન્ક ઑફ કેનેડાએ વ્યાજ દરમાં કાપ કર્યા છે, તો ECB આજે વ્યાજ દર પર નિર્ણય લેશે.
ચાંદીમાં પણ નાની રેન્જમાં કામકાજ રહ્યું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની પાસે સ્થિર છે, જ્યારે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 92,319ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ક્રૂડની નરમાશ આગળ વધતા ભાવ હવે 2025ના નીચલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, બ્રેન્ટમાં 77 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો NYMEX ક્રૂડમાં 73 ડૉલરની નીચે કામકાજ જોવા મળ્યું. USમાં ઇન્વેન્ટરી અનુમાન કરતા વધારે વધતા ઓઈલની કિંમતો પર અસર દેખાઈ હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર સાથે 274ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ગુજરાતમાં જીરાનું વાવેતર 15 ટકા ઘટ્યું, પણ ધાણાના વાવેતરમાં નોંધાયો મામુલી વધારો, તો ચણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ 35 ટકા ઘટ્યું.