ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ટેરિફ વૉરની ચિંતામાં સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા COMEX પર ગઈકાલે 2930 ડૉલરના સ્તર સુધી પહોંચતા દેખાયા, જોકે આજે શરૂઆતી કારોબારમાં કિંમતો 2922 ડૉલરની પાસે હતી, તો સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ જોવા મળ્યું હતું.
નબળા ડૉલર અને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા સોના-ચાંદીમાં ખરીદદારી, comex પર સોનું 2922 ડૉલરના સ્તરે પહોંચ્યું, જોકે ચાંદીમાં 33 ડૉલરના સ્તરેથી નોંધાયો ઘટાડો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 86.96 પ્રતિ ડૉલરની સામે 86.93 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સતત ત્રીજા દિવસે ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી જોઈ અને ડૉલરમાં 105ના સ્તરની નીચે કામકાજ થતા સાથે ક્રૂડમાં વેચવાલીના કારણે રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે. જેના કારણે રૂપિયામાં છેલ્લા 3 સપ્તાહનો સૌથી મોટો સુધારો જોવા મળ્યો, અહીંથી હવે જો ટેરિફ વધુ નહીં વધે તો રૂપિયો 86 સુધી પહોંચતો જોવા મળી શકે છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ટેરિફ વૉરની ચિંતામાં સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા COMEX પર ગઈકાલે 2930 ડૉલરના સ્તર સુધી પહોંચતા દેખાયા, જોકે આજે શરૂઆતી કારોબારમાં કિંમતો 2922 ડૉલરની પાસે હતી, તો સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ જોવા મળ્યું હતું.
ચાંદીમાં પણ ગઈકાલે કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 33 ડૉલરની પાસે પહોંચતા દેખાયા હતા, જોકે ત્યાર બાદ નફાવસુલીના કારણે હાલ વૈશ્વિક બજારમાં કિંમતો 32 ડૉલરની પાસે પહોંચતા દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે પા ટકાથી વધુની તેજી સાથે 97,900ના સ્તરની ઉપર ભાવ પહોંચતા દેખાયા હતા.
ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે બેઝ મેટલ્સને સપોર્ટ મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો 9 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
ક્રૂડમાં ગઈકાલની વેચવાલી આગળ વધતા બ્રેન્ટના ભાવ 70 ડૉલરની પણ નીચે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 67 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, અહીં સિટી ગ્રુપ તરફથી બ્રેન્ટ માટે 60 ડૉલરની નીચે કામકાજ જોવા મળે તેવા અનુમાન પણ કરવામાં આવ્યા છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં અડધા ટકાથી વધુની વેચવાલી આવતા 383ના સ્તરની પાસે કારોબાર દેખાયો હતો.
ખાદ્ય તેલ પર ફોકસ, US-ચાઈના વચ્ચે ટેરિફ વૉરથી સોયાબીન ઓઈલના ભાવ વધુ ઘટવાની આશંકા, જોકે મલેશિયન પામસ્ટોક ઘટવાની અસરે પામતેલ વાયદામાં મજબૂતી યથાવત્ છે.