આ સપ્તાહ નાનુ રહ્યું પણ નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જેમાં સોના-ચાંદીમાં ફરી સુધારો આવતા કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચતી દેખાઈ
આ સપ્તાહ નાનુ રહ્યું પણ નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જેમાં સોના-ચાંદીમાં ફરી સુધારો આવતા કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચતી દેખાઈ, જો બેઝ મેટલ્સના પણ સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા, જોકે ક્રૂડ ઓઈલમાં આ સપ્તાહે વોલેટાલિટી જોવા મળી, જ્યાં OPEC+ એ ઉત્પાદન કાપની શ્રેણીને ઉલટાવી, બજારમાં 6 mbpd ઉમેર્યું છે..હવે આની કેવી અને કેટલી અસર આગળ કિંમતો પર જોવા મળશે અને આ બધી કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે, તે અંગે ચર્ચા કરીએ.
આ સપ્તાહે સોનામાં કારોબાર
2 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ભાવ પહોંચતા જોયા. COMEX પર 3400 ડૉલરની ઉપર કિંમતો પહોંચી. ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી સોનાને સપોર્ટ મળ્યો. ટ્રમ્પે ફેડ રિઝર્વના ગવર્નર લિસા કૂકને પદ પરથી હટાવવાનો કર્યો પ્રયાસ. જુલાઈમાં હોંગકોંગ દ્વારા ચીનની સોનાની ઇમ્પોર્ટ 126.8% વધીને 43.93 ટન થઈ. ચીનની સેન્ટ્રલ બેન્કે જુલાઈમાં નવમા મહિને પણ સોનાના રિઝર્વમાં વધારો કર્યો. વિયેતનામ કમર્શિયલ બેન્કોને લાઇસન્સ આપશે. સોનાના બારનું ઉત્પાદન, વેપાર અને સંચાલન કરવા માટે બિઝનેસમાં મદદ કરી.
ચાંદીમાં કારોબાર
કિંમતો વધીને વર્ષ 2011ના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોઈ. ચીને મે મહિનામાં 93GWથી વધુ સોલાર ક્ષમતા ઇન્સ્ટોલ કરી. વર્ષ દર વર્ષના આધાર પર 93 ગીગાવોટ ક્ષમતા, રેકોર્ડ ઉચ્ચતમ સ્તર અને 300%નો વધારો થયો. ચીનમાં ફોટોવોલ્ટેઇક સેક્ટરથી મજબૂત ડિમાન્ડ રહી. MCX પર કિંમતો 1 લાખ 17 હજાર રૂપિયા સુધી પહોંચતી દેખાઈ. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ મજબૂત હોવાથી કિંમતોને સપોર્ટ મળ્યો. COMEX પર ભાવ 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા.
એલ્યુમિનિયમમાં કારોબાર
કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોઈ. ડૉલર ઇન્ડેક્સમાં નાની રેન્જથી મળી રહ્યો છે સપોર્ટ. એલ્યુમિનિયમ સ્મેલ્ટર મોઝામ્બિકમાં એક પ્લાન્ટ બંધ કરશે. વીજળીની સમસ્યાને કારણે પ્લાન્ટ બંધ કરશે. આ વર્ષે ચીનનું ઉત્પાદન વાર્ષિક 45 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે છે.
કોપરમાં કારોબાર
નબળા ડોલર અને દર ઘટાડાની અપેક્ષાથી LME પર કોપરમાં ઉછાળો જોવા મળ્યો.
નિકલમાં કારોબાર
ફ્યુચર્સનો ભાવ $15,300/t ની નજીક પહોંચતો દેખાયો. ઇન્ડોનેશિયાના દાનંતારાએ નિકલ પ્રોસેસિંગ હબ વિકસાવવા માટે કર્યા કરાર. દાનંતારાએ નિકલ પ્રોસેસિંગ હબ માટે ચીનના GEM સાથે કરાર કર્યો.
ક્રૂડમાં કારોબાર
આ સપ્તાહે વોલેટાલિટી જોવા મળી. ભારત, USની માંગની ચિંતાને કારણે NYMEX ક્રૂડમાં ઘટાડો થયો. US ઇન્વેન્ટરી 2.4 મિલિયન બેરલ ઘટીને 418.3 મિલિયન થઈ. ગેસોલિન, ડિસ્ટિલેટ ભંડારમાં ઘટાડો થયો. રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખવાથી USએ ભારત પર ટેરિફ વધારીને 50% કર્યો. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટેના USના પ્રયાસ કર્યા. OPEC+ એ ઉત્પાદન કાપની શ્રેણીને ઉલટાવી, બજારમાં 6 mbpd ઉમેર્યું. OPEC 7 સપ્ટેમ્બરે બેઠક કરશે અને વધુ એક વધારો મંજૂર કરશે. 2 સપ્તાહમાં શાંતિ કરાર નહીં થવા પર ટ્રમ્પ રશિયા પર વધુ ટેરિફ લગાવશે.