કોમોડિટી રિપોર્ટ: ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદથી ઉભા પાક બગડ્યા
ગુજરાતમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓના ખેતરોમાં મગફળી, કપાસ અને ડાંગર જેવા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે વળતરની પણ જાહેરાત કરી છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા. સાડા 4 વર્ષના નીચલા સ્તરે પહોંચી કિંમતો. માર્ચ 2021 બાદ ભાવમાં સૌથી મોટો ઘટાડો.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, કારણ કે અમુક રાજ્યોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ઘણું નુકસાન થયું છે..જેમાં જીરા, હળદર જેવા મસાલાનો સમાવેશ થાય છે. તે સિવાય US હવે બ્રાઝિલની જગ્યાએ USથી સોયાબીનની ખરીદદારી કરવાનું શરૂ કરશે, જે ચાઈના તરફથી શરૂ કરવામાં પણ આવી છે, જેના લીધે સોયાબીન ફ્યૂચર્સના ભાવ આપણે વધતા જોયા, આ સાથે જ સરકાર ખરીફ સીઝન 2025-26 માટે દાળ અને તેલિબીયાની ખરીદી શરૂ કરશે, તો બીજી બાજૂ સરકારે પીળા વટાણા પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 30% કરી છે, જે 1 નવેમ્બરથી લાગૂ થતી દેખાશે. આ બધાની વચ્ચે બજારમાં સપ્લાઈ વધતા ઇન્ટરનેશન માર્કેટમાં શુગરની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો આ તમામ કૉમોડિટીનું હવે આઉટલૂક કેવું બની રહ્યું છે, તે અંગે ચર્ચા કરીએ.
ગુજરાતમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓના ખેતરોમાં મગફળી, કપાસ અને ડાંગર જેવા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે વળતરની પણ જાહેરાત કરી છે. અમારા સંવાદદાતા, કેતન જોશીએ સાણંદની આસપાસના ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે આ આફત વિશે વાત કરી હતી આવો જોઈએ.
ચાઈના હવે usનું સોયાબીન ખરીદશે, ચાઈનાએ શરૂઆત પણ કરી છે, 3 કાર્ગો 180 હજાર ટનના પ્રોક્યોર થતા દેખાયા પણ છે, પણ ચાઈના જે ખરીદી કરે છે, તેની સામે આ આંકડો ઘણો નાનો છે.
ભારતની વાત કરીએ, તો us અને ચાઈના તો એ તરફ જતા દેખાઈ રહ્યા છે, કેમ કે હવે ચાઈના usનું સોયાબીન ખરીદશે, એટલે આપણે ભાવને 15 મહિનાના ઉપલા સ્તરે જતા જોયા છે,, us અને ભારતની વાત આવે છે.
સોયાબીનમાં કારોબારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો વધી. 14 મહિનાના ઉપલા સ્તરે નોંધાયો કારોબાર. $1091 પ્રતિ ટનની ઉંચાઈએ કિંમતો પહોંચી. ઓક્ટોબરમાં હાલ સુધી આશરે 9% કિંમતો વધી. ઓગસ્ટ 2024 બાદ ભાવ $1091ને પાર છે. 2025માં હાલ સુધી 9 ટકાથી વધુના આપ્યા રિટર્ન. US-ચાઈના વચ્ચે ડીલ થતા કિંમતો વધી. ચીન અમેરિકાથી સોયાબીનની ખરીદી કરશે. ચીને અમેરિકા પાસેથી સોયાબી કાર્ગો ખરીદ્યા. ચીન પર ટેરિફ 57%થી ઘટી 47% થશે.
સરકારે પીળા વટાણા પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી. સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી 30% કરી. નવી ડ્યૂટી 1 નવેમ્બરથી લાગૂ થશે. પહેલા ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટને મંજૂરી હતી. ખેડૂતોની માગ પર સરકારે લીધો નિર્ણય. રશિયા, કેનેડાથી ઇમ્પોર્ટ થાય છે પીળા વટાણા.
શુગરના ભાવમાં ઘટાડો
ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા. સાડા 4 વર્ષના નીચલા સ્તરે પહોંચી કિંમતો. માર્ચ 2021 બાદ ભાવમાં સૌથી મોટો ઘટાડો. બજારમાં સપ્લાઈ વધતા કિંમતો પર દબાણ રહ્યુ. બ્રાઝીલમાં શુદરનું ઉત્પાદન 11% વધી. સપ્ટેમ્બર સુધી 3.14 મિલિયન ટનનું ઉત્પાદન રહ્યુ. બજારને 43.2 મિલિયન ટન ઉત્પાદનની આશા છે. ભારત, થાઈલેન્ડમાં પણ ઉત્પાદન વધવાની આશા છે.