શુભ ખરીદીથી ઘરે આવશે સુખ-સમૃદ્ધિ, શું છે જ્વેલર્સોની દિવાળી ઓફર?
24 કેરેટની તુલનાએ 18 કેરેટ સોનું 25% સસ્તું હોય છે. સર્ટિફાઈડ ગોલ્ડની જ ખરીદી કરવી. BIS હોલમાર્ક વાળી જ્વેલરી જ ખરીદવી. સોનાના ભાવ 24,22 અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.
આજના દિવસે સોના ચાંદીની ખરીદદારીને શુભ માનવામાં આવે છે, કહેવાય છે કે ધનતેરસે કરેલી કોઈ પણ વસ્તુંની ખરીદી વર્ષભર ફળ આપે છે.
ધનતેરસના શુભ દિવસે તમારા ઘરે સુખ-સમૃદ્ધીનો વાસ થાય એજ અમારી પ્રાર્થના સાથે શરૂઆત કરીએ. આજના દિવસે સોના ચાંદીની ખરીદદારીને શુભ માનવામાં આવે છે, કહેવાય છે કે ધનતેરસે કરેલી કોઈ પણ વસ્તુંની ખરીદી વર્ષભર ફળ આપે છે. સોના-ચાંદીમાં રોકાણનો આ એક સદાબહાર વિકલ્પ છે, જે ક્યારે પણ વળતરના મુદ્દે રોકાણકારોને નિરાશ નથી કરતું.
સોનામાં કારોબાર
આ વર્ષના પહેલા 3 મહિનામાં સારી રેલી જોવા મળી. સેન્ટ્રલ બેન્ક તરફથી સારી ખરીદદારીનો સપોર્ટ મળ્યો. મે-ઓગસ્ટ વચ્ચે દરમાં કાપની સંભાવના ઓછી થતા કિંમતો ઘટી છે. છેલ્લા 2 મહિનાથી ભૌગોલિક તણાવનો સપોર્ટ મળી રહ્યો છે. USમાં ચૂંટણીને લઈ અનિશ્ચિતતાના કારણે સારી તેજી રહી છે.
ચાંદીમાં કારોબાર
આ વર્ષે H1માં મજબૂત ખરીદદારી જોવા મળી. વ્યાજ દરમાં કાપની આશાએ સપોર્ટ મળ્યો હતો. ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ પણ ભાવ વધ્યા. ઇન્ડસ્ટ્રીયલ માગ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. માગ પુરવઠા કરતા વધી રહી છે, પણ ડેફિસેટ યથાવત્ છે.
જ્વેલરી ખરીદતા શું ધ્યાનમાં રાખવું?
24 કેરેટની તુલનાએ 18 કેરેટ સોનું 25% સસ્તું હોય છે. સર્ટિફાઈડ ગોલ્ડની જ ખરીદી કરવી. BIS હોલમાર્ક વાળી જ્વેલરી જ ખરીદવી. સોનાના ભાવ 24,22 અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે. વિશ્વાસપાત્ર જ્વેલર્સ પાસેથી જ સોનું ખરીદવું છે. જ્વેલર્સ પાસેથી રિસેલિંગની પૉલિસી ખાસ જાણી લેવી. સોનાના મેકિંગ ચાર્જ જાણવા જરૂરી છે.
શું છે ડિજિટલ ગોલ્ડ?
સોનામાં રોકાણનો સૌથી સસ્તો વિકલ્પ છે. માત્ર ₹1થી પણ સોનામાં રોકાણ કરી શકાય. ખરીદ પર કંપની તે કિંમતનું સોનું લોકરમાં રાખી દે છે. રોકાણના બદલે એક પર્ચેઝ રિસીપ્ટ મળે છે. જરૂર પડવા પર ઓનલાઈન જ સોનું વેચી શકાય છે.
ડિજિટલ ગોલ્ડના ફાયદા
કિંમતોમાં ઉતાર-ચઢાવની ચિંતા નથી હોતી. સોનું ચોરી થવાનો ડર નથી હોતો. સોનાની શુદ્ધતાની ચિંતા નથી હોતી.