Iran Israel War: ઈરાન પર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 13 ટકાનો વધારો થયો છે. મોટા પ્રાદેશિક યુદ્ધની આશંકાએ વૈશ્વિક બજારો હચમચી ગયા છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડનો ભાવ 3.94 ડૉલર અથવા 5.79 ટકા વધીને 72.04 ડૉલર પ્રતિ બેરલ થયો છે, જ્યારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 3.87 ડૉલર અથવા 5.58 ટકા વધીને 73.23 ડૉલર પ્રતિ બેરલ થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આ તીવ્ર વધારાનું કારણ ઈઝરાયલના ઈરાન પર હવાઈ હુમલા બાદ તેલ સમૃદ્ધ મધ્ય પૂર્વમાંથી તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાનો ભય છે. ઈઝરાયલે અમેરિકાના સમર્થન વિના ઈરાન પર આ હુમલો કર્યો છે. સંઘર્ષ વધુ ગંભીર બનવાનો ભય છે.