USમાં સ્લોડાઉનની ચિંતાએ કિંમતો પર અસર રહેશે. 2025માં વધુ 2 25 bpsના વ્યાજ દર કાપની આશા છે. US-ચાઈના વચ્ચે તણાવમાં વધારાથી સપોર્ટ મળશે. US સરકારના શટડાઉનના કારણે કિંમતો પર અસર રહેશે. સોનામાં ઇન્વેસ્ટર ડિમાન્ડના કારણે તેજી જોઈ.
26 ઓક્ટોબર સુધી હીરાના મૂલ્ય પર 30% ડિસ્કાઉન્ટ રહેશે. પસંદગીની વસ્તુઓ પર મેકિંગ ચાર્જ પર 100% ડિસ્કાઉન્ટની ઓફર છે.
ગઈ દિવાળીથી આ દિવાળી નોન એગ્રી કૉમોડિટીમાં ઘણી એક્શન જોવા મળી, જ્યાં ભૌગોલિક તણાવ વધતા એક તરફ સોના-ચાંદીમાં ઐતિહાસિક રેકોર્ડ તેજી જોઈ, તો બીજી તરફ બેઝ મેટલ્સમાં પણ US ટેરિફના કારણે ઘણી વોલેટાલિટી રહી. ગઈ દિવાળીથી આ દિવાળી આ તમામ નોન એગ્રી કૉમોડિટીનું કેવું પ્રદર્શન રહ્યું છે અને હવે આગળ આ કૉમોડિટીનું કેવું આઉટલૂક બની રહ્યું છે, સાથે જ આ દિવળી જ્યારે સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે, એવામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આઉટલૂક કેવું બની રહ્યું છે તે અંગે ચર્ચા કરીશું.
સોના-ચાંદીમાં તેજીના કારણો
USમાં સ્લોડાઉનની ચિંતાએ કિંમતો પર અસર રહેશે. 2025માં વધુ 2 25 bpsના વ્યાજ દર કાપની આશા છે. US-ચાઈના વચ્ચે તણાવમાં વધારાથી સપોર્ટ મળશે. US સરકારના શટડાઉનના કારણે કિંમતો પર અસર રહેશે. સોનામાં ઇન્વેસ્ટર ડિમાન્ડના કારણે તેજી જોઈ. સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારી યથાવત્ રહેતી દેખાઈ. ભારતથી માગ વઘતી કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. ચાંદીની માગ વધવા સામે ઓછી સપ્લાઈના કારણે ભાવ વધ્યા. લંડન માર્કેટમાં સ્ટોકમાં ઐતિહાસિક ઘટાડાના કારણે ચાંદીને સપોર્ટ મળ્યો.
સોનામાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો 4240 ડૉલર પ્રતિ ઔંસની પાસે જોયા. MCX પર ભાવ 1 લાખ 30 હજારને પાર જોવા મળ્યા. 2025માં હાલ સુધી કિંમતો 64% વધતી દેખાઈ.
ચાંદીમાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો 53.50 ડૉલર પ્રતિ ઔંસની ઉપર જતી જોઈ. MCX પર ભાવ 1 લાખ 64 હજાર પ્રતિ કિલોની ઉપર પહોંચતા દેખાયા. 2025માં હાલ સુધી કિંમતો આશરે 85% વધી.
જ્વેલર્સની દિવાળી ઑફર
મોટાભાગના જ્વેલર્સ મેકિંગ ચાર્જ પર 50% સુધી ડિસ્કાઉન્ટ આપે છે. ઘણા જ્વેલર્સ મફત સોના અને ચાંદીના સિક્કા ઓફર કરી રહ્યા છે.
મલબાર ડાયમંડ્સ જ્વેલરી
જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ છે. હીરા-સોનાના દાગીના, અનકટ જ્વેલરી પર 30% ડિસ્કાઉન્ટ છે. હીરાના મૂલ્ય પર લગભગ 30% ડિસ્કાઉન્ટની ઓફર છે.
કેરેટલેન
'શાયા' શ્રેણી હેઠળ ચાંદીની વસ્તુઓ પર 25% ડિસ્કાઉન્ટની ઓફર છે. પસંદગીની જ્વેલરી વસ્તુઓ પર મેકિંગ ચાર્જ પર 5% ડિસ્કાઉન્ટ છે.
કલ્યાણ જ્વેલર્સ
ખાસ બોર્ડ ગોલ્ડ રેટ લાગુ કર્યો છે. મેકિંગ ચાર્જ પર 50% સુધીની છૂટ આપવામાં આવી છે.ૌ કંપનીએ 6 કે 11 મહિના માટે (EMI) યોજના પણ ઓફર કરી છે.
લેબગ્રોન ડાયમંડ પર ઑફર
26 ઓક્ટોબર સુધી હીરાના મૂલ્ય પર 30% ડિસ્કાઉન્ટ રહેશે. પસંદગીની વસ્તુઓ પર મેકિંગ ચાર્જ પર 100% ડિસ્કાઉન્ટની ઓફર છે.
ઝેન ડાયમંડ
'માય ગોલ્ડ મલ્ટિપ્લાયર' પ્લાન રજૂ કર્યો છે. ગ્રાહકોને પરિપક્વતા પર બોનસ રિવોર્ડ મળશે. માસિક 999 ફાઈન હોલમાર્ક્ડ સોનું એકત્ર કરી શકશે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મની ઑફર (ઍમેઝોનની ઑફર)
ખરીદદારો 5 લાખથી વધુ જ્વેલરી ડિઝાઇન શોધી શકે છે. કેરેટલેન, PN ગાડગીલ, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનો સમાવેશ થાય છે.