Onion Price: ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. અધિકારીએ જણાવ્યું કે નવા ખરીફ પાકનું આગમન શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે હાલમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત રુપિયા 54 પ્રતિ કિલો છે અને સરકાર દ્વારા મુખ્ય ગ્રાહક કેન્દ્રો પર સબસિડીવાળી ડુંગળીના વેચાણને પગલે છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મોંઘવારીથી ગ્રાહકોને રાહત આપવા માટે, સરકાર દિલ્હી-એનસીઆર અને અન્ય શહેરોમાં પ્રતિ કિલો રુપિયા 35ના રાહત દરે છૂટક બજારમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે.