Gold Monetization Scheme closed: બજારની સ્થિતિમાં સુધારો થતાં સરકારે બુધવારથી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) બંધ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) વ્યક્તિઓ અથવા સંસ્થાઓને તેમના ઘરમાં પડેલા સોનામાંથી પૈસા કમાવવાની તક પૂરી પાડે છે. આ યોજના સોનાના થાપણ માટે મુદ્દલ અને વ્યાજની રકમ પૂરી પાડે છે અને થાપણદારોને સોનાના ભાવમાં વધારાનો લાભ આપે છે. નાણા મંત્રાલયે આ માહિતી આપી. જોકે, મંત્રાલયે જણાવ્યું હતું કે બેન્કો તેમની એકથી ત્રણ વર્ષની ટૂંકા ગાળાની ગોલ્ડ ડિપોઝિટ યોજનાઓ ચાલુ રાખી શકે છે. સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ નવેમ્બર 2024 સુધીમાં લગભગ 31,164 કિલો સોનું એકત્ર કર્યું હતું.